Beauty News: છોકરીઓ સામાન્ય રીતે મેક અપ કરવાનું વધારે પસંદ કરતી હોય છે. મેક અપમાં ખાસ કરીને કાજલ તમારા લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે. આંખોની ખૂબસુરતી વધારવા માટે તમે કેવી રીતે અને કઇ કાજલ કરો છો એ બહુ મહત્વનું છે. આમ, મહિલાઓ ખાસ કરીને બ્રાન્ડેડ કાજલ લગાવવાનું વધારે પસંદ કરતી હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ ટાઇપ્સની કાજલ તમારી આંખોને લાંબે ગાળે નુકસાન કરે છે. પરંતુ તમે સરળતાથી ઘરે કાજલ બનાવી શકો છો.
એક્સપર્ટનું માનીએ તો બજારમાં મળતી કાજલમાં અનેક પ્રકારનું કેમિકલ હોય છે, પરંતુ મહિલાઓ એની આંખોને ખૂબસુરત દેખાડવા માટે કાજલ મોંઘી ખરીદતા હોય છે. પરંતુ આ કાજલથી પણ આંખોને નુકસાન થઇ શકે છે. ઘણાં લોકોને ખંજવાળ, એલર્જીથી લઇને ડ્રાય આંખો થવાની સમસ્યા વધારે રહેતી હોય છે.
કાજલથી આંખોને થઇ શકે છે આ નુકસાન
આપણી આંખો બહુ સેન્સેટિવ હોય છે. એવામાં તમે કેમિકલથી ભરપૂર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો આંખોને નુકસાન થાય એ સ્વાભાવિક છે. સસ્તી કાજલનો ઉપયોગ ક્યારેય કરશો નહીં. આ કારણે આંખોમાં conjunctivitis જેવી સમસ્યા થઇ શકે છે. તમે કોઇ કાજલ લગાવો છો અને તમને ખંજવાળ, બળતરા જેવી કોઇ સમસ્યા થાય છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે. આ ટાઇપની કાજલ લગાવશો નહીં અને ભીના કપડાથી લૂંછી લો.
આ રીતે ઘરે કાજલ બનાવો
તમે સરળતાથી ઘરે કાજલ બનાવી શકો છો. આ કાજલ બનાવવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે. આ કાજલ બનાવવા માટે સૌ પ્રથમ દીવો પ્રગટાવીને મુકો. પછી બે બાઉલને સાઇડ પર મુકી દો. ત્યારબાદ પ્લેટ પર થોડુ ઘી લગાવીને બાઉલ બાઉલ મુકો અને એની પર થાળી મુકી દો. આ વસ્તુને 20 થી 30 મિનિટ માટે મુકી રાખો. તો તૈયાર છે કાજલ. આ કાજલને થાળીમાં કાઢી લો અને એક બોક્સમાં મુકી દો. આ પાવડરમાં તમે એક ટીપું નારિયેળ તેલ મિક્સ કરો. તો તૈયાર છે લિક્વિડ કાજલ.