Jasmine Bhasin : અભિનેત્રી જાસ્મીન ભરીન પોતાની બબલી સ્ટાઈલથી દરેકનું દિલ મોહી લે છે. ચાહકોને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ છે. એક્ટ્રેસ તેની એક્ટિંગની સાથે સાથે તેની સ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહે છે. જાસ્મિનને દરેક પ્રકારના કપડાં પહેરવાનું પસંદ છે, સારી વાત એ છે કે અભિનેત્રી દરેક કપડામાં સારી દેખાય છે. તમે ઉનાળા દરમિયાન તેમની શૈલીની નકલ કરી શકો છો.
આ લુકમાં જાસ્મીને શોર્ટ ડ્રેસ પહેર્યો છે. જાસ્મીને કાળા લાંબા બૂટ સાથે લૂઝ ફિટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ શર્ટ પેટર્નમાં છે. જાસ્મીને આ આઉટફિટ સાથે સિમ્પલ મેકઅપ કર્યો છે, જે બ્રાઉન કલરમાં છે. તેણીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે, જો કે તે લાઇટ વેવી લુકમાં છે. ઉનાળામાં પાર્ટી માટે તમે આ પ્રકારનો લુક કેરી કરી શકો છો.
જાસ્મિનનો આ લુક ઉનાળા માટે પરફેક્ટ છે. આ લુકમાં તેણે બ્રાઉન પેરેલલ પેન્ટ સાથે ગ્રીન ક્રોપ ટોપ પહેર્યું છે. જેને તેણે બ્રાઉન લૂઝ શર્ટ અને બેલ્ટ સાથે સ્ટાઇલ કરી છે. સમર કલેક્શનમાં તમે આ પ્રકારના આઉટફિટને કેરી કરી શકો છો. તેણે કોઈ મેકઅપ વગર અને વાળ ખુલ્લા રાખીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તમે આ લુકને એક દિવસ બહાર કે શોપિંગ માટે કેરી કરી શકો છો.
ક્યૂટ અને સ્ટાઇલિશ દેખાવા માટે આ પરફેક્ટ લુક છે. આ લુકમાં તેણે બ્લુ કલરની પેરેલલ જીન્સ પહેરી છે. જેની સાથે તેણે બ્લેક ક્રોપ ટોપ કેરી કર્યું છે. સીધા વાળ અને મેકઅપ વગરનો દેખાવ પરફેક્ટ લાગે છે. ઉનાળામાં મિત્રો સાથે ફરવા જવા માટે આ પ્રકારનો લુક લઈ શકાય છે.