Food News: દેશભરમાં આગામી 24 માર્ચના રોજ હોળી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. હોળીના બીજા દિવસે રંગોના તહેવાર રંગવાળી હોળી એટલે કે ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. ધૂળેટી પર રંગો સાથે રમવાની સાથે સાથે ખાવા-પીવામાં પણ ઘણી મજા આવે છે.
ધૂળેટીના દિવસે લોકો સ્પેશિયલ પરંપરાગત ભાંગ થંડાઈ પીતા હોય છે. જો તમે હોળીના અવસરે સ્પેશિયલ પરંપરાગત ભાંગ થંડાઈ ઘરે જ બનાવવા માગો છો, તો અમે તમને ભાંગની થંડાઈની એક સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે.
સ્પેશિયલ પરંપરાગત ભાંગ થંડાઈ બનાવવા માટેની સામગ્રી
- આઠથી દસ – ભાંગના પાન (તમે ઇચ્છો તો ભાંગની ગોળીઓ પણ લઈ શકો છો)
- અડધો કિલો – સારી રીતે બાફેલું ફુલ ક્રીમ દૂધ
- લગભગ બે કપ – પીસેલી ખાંડ
- પાંચથી સાત – કેસર દોરા
- એક ચમચી – છાલ ઉતારેલા તરબૂચના દાણા
- થોડીક સુકા ગુલાબની પાંખડીઓ
- અડધી ચમચી – કાળા મરીના બીજ
- અડધી ચમચી ખસખસ
- અડધી ચમચી વરિયાળી
- એક ચમચી – એલચી પાવડર
- મુઠ્ઠીભર – કાજુ
- આઠથી દસ – બદામ
ભાંગ થંડાઈ બનાવવાની રેસીપી
- સૌથી પહેલા ડ્રાય ફ્રુટ્સ પલાળી લો.
- થોડા પાણીમાં કાજુ, બદામ, કાળા મરી, વરિયાળી, ખસખસ, તરબૂચના દાણા સાથે એલચીને બેથી ત્રણ કલાક પલાળી રાખો. તેનાથી તેઓ ફૂલી જશે.
- હવે પીસેલી ખાંડને દૂધમાં મિક્સ કરીને રેફ્રિજરેટરમાં રાખી દો, જેથી દૂધ ઠંડુ રહે.
- હવે પલાળેલી સામગ્રીને મિક્સરમાં બારીક પીસી લો.
- હવે ઠંડા કરેલા દૂધને કાઢીને એક વાસણમાં નાખી તેમાં ગ્રાઈન્ડ ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ ઉમેરીને સારી રીતે ભેળવી દો.
- હવે એક કોટનનું કાપડ લઈને તેમાં આ દૂધના મિશ્રણને ગાળી લો.
- જાડું મિશ્રણ ઉપર આવી જશે અને ઠંડુ મિશ્રણ નીચે રહેશે.
- તમારી થંડાઈ તૈયાર છે.
- હવે તેમાં સુકા ગુલાબની પાંખડીઓ અને કેસર દોરા મિક્સ કરીને બરફના ટુકડા નાખીને સર્વ કરો.