
તૂંટેલા હાડકાને ૨-૩ મિનિટમાં જાેડી શકાશે. નવા નવા સંશોધનને કારણે વિજ્ઞાન દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે. આ વચ્ચે ચીનના વૈજ્ઞાનિકોએ એક એવું બોન ગ્લુ (હાડકાનો ગુંદર) બનાવ્યું છે, જે હાડકાંના ભાંગેલા કે તૂટેલા હાડકાંને માત્ર ત્રણ મિનિટમાં જ જાેડી શકે છે. આ ગુંદરનું નામ બોન ૦૨ છે અને તેનો ઉપયોગ હાડકાંની સારવારમાં કરવામાં આવે છે. આ શોધ ઓર્થોપેડિક સર્જરીમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે હાડકાંને જાેડવા માટે અસરકારક ગુંદર બનાવવો એ લાંબા સમયથી એક પડકારજનક કાર્ય હતું.
ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ઝેજિયાંગ પ્રાંતની સર રન રન શૉ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન લિન ઝિયાનફેંગે આ ગુંદર બનાવ્યો છે. તેમને આ વિચાર પુલ પર ચોંટેલા સમુદ્રમાં ઓઇસ્ટર્સ (શંખ) ને જાેઈને આવ્યો હતો. ઓઇસ્ટર્સ પાણીની અંદર પણ મજબૂત રીતે ચોંટી જાય છે, અને આ જ પ્રકારની મજબૂતી માટે લિન ઝિયાનફેંગે હાડકાંના ગુંદરને બનાવવાની શંખમાંથી પ્રેરણા લીધી હતી.
આ બોન ગ્લુની ખાસિયત એ છે કે, તે ખૂબ ઝડપથી, એટલે કે બે થી ત્રણ મિનિટમાં હાડકાંને ચોંટાડી દે છે, પછી ભલે તે જગ્યાએ લોહી હોય કે ન હોય. આ ઉપરાંત, જેમ જેમ હાડકું સામાન્ય થતું જાય છે, તેમ તેમ આ ગુંદર શરીરમાં કુદરતી રીતે ગાયબ (શોષાય) થઈ જાય છે. આથી, દર્દીઓને બીજી સર્જરી કરાવવાની જરૂર પડતી નથી, જે ઘણીવાર સ્ક્રૂ કે પ્લેટ દૂર કરવા માટે કરવી પડે છે.
સંશોધનમાં આ ગુંદર સલામત અને અસરકારક સાબિત થયું છે.
એક ટેસ્ટમાં, તેનો ઉપયોગ કરીને ત્રણ મિનિટથી ઓછા સમયમાં હાડકું જાેડવામાં આવ્યું હતું, જ્યારે પરંપરાગત પદ્ધતિઓમાં મોટો ચીરો કરીને સ્ટીલની પ્લેટ અને સ્ક્રૂ નાખવા પડે છે. જણાવી દઈએ કે, આ ગુંદરનો ઉપયોગ ૧૫૦થી વધુ દર્દીઓ પર સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે.
પરીક્ષણોમાં જાણવા મળ્યું હતું કે, આ ગુંદર ૪૦૦ પાઉન્ડથી વધુ વજન સહન કરી શકે છે અને તેની શીયર સ્ટ્રેન્થ ૦.૫ સ્ઁટ્ઠ અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ૧૦ સ્ઁટ્ઠ જેટલી છે. આનાથી એવું લાગે છે કે, આ ગુંદર પરંપરાગત પ્લેટ અને સ્ક્રૂનું સ્થાન લઈ શકે છે. આ ઉપરાંત, તે શરીરમાં રિએક્શન કે ચેપનું જાેખમ પણ ઘટાડે છે.
આજે બજારમાં ઘણા બોન સિમેન્ટ અને બોન વોઇડ ફિલર્સ ઉપલબ્ધ છે, પરંતુ તેમાં ગુંદર જેવી ચોંટવાની ક્ષમતા જાેવા મળતી નથી. ઉલ્લેખનીય છે કે, ૧૯૪૦ના દાયકામાં પહેલા બોન ગુંદર બનાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તે જેલેટીન, ઇપોક્સી રેઝિન અને એક્રીલેટ્સ પર આધારિત હતા અને શરીર સાથે સુસંગત ન હોવાને કારણે નિષ્ફળ ગયા હતા. બોન ૦૨ આ દિશામાં એક મોટું પગલું છે, જે દર્દીઓની સારવારને વધુ સરળ અને સલામત બનાવી શકે છે.
