
ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયાર.મોદીએ આસામમાં ૧૫,૬૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું.વડાપ્રધાને ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કય.ભારતમાં ૪ હજાર કરોડના ખર્ચે વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલાનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયાર થઈ ગયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (૨૦ ડિસેમ્બર) આસામના બે દિવસના પ્રવાસ દરમિયાન ગુવાહાટીમાં લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ આસામમાં લગભગ રૂ.૧૫,૬૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું પણ અનાવરણ કર્યું છે. વડાપ્રધાને પ્રથમ પ્રાકૃતિક થીમવાળા એરપોર્ટ ટર્મિનલની એક ઝલક શેર કરીને કહ્યું હતું કે, આ ટર્મિનલ આસામની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા માટે એક મોટું પ્રોત્સાહન છે. વધેલી ક્ષમતાનો અર્થ જીવનની સરળતામાં સુધારો થાય છે, તેમજ વાણિજ્ય અને પર્યટનને પ્રોત્સાહન મળે.
ગુવાહાટીના નવા ટર્મિનલની ખાસિયત – ગુવાહાટી એરપોર્ટ પર વાંસ ઓર્કિડ ટર્મિનલ ૨ કોપાઉ ફૂલ (ફોક્સટેલ ઓર્કિડ) અને સ્થાનિક વાંસથી પ્રેરણા લઈને બનાવ્યું છે.
– એરપોર્ટની ડિઝાઈન વડાપ્રધાન અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ એડવાન્ટેજ આસામ ૨.૦ દરમિયાન રજૂ કરી હતી.
– ગુવાહાટી એરપોર્ટ પરનું નવું ટર્મિનલ વાર્ષિક ૧૩.૧ મિલિયન મુસાફરોની સુવિધા માટે બનાવાયું છે. તે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના તમામ આઠ રાજ્યોમાં આર્થિક એકીકરણ અને સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપશે.
– એરપોર્ટ ટર્મિનલને ૪ હજાર કરોડના ખર્ચે તૈયાર કરાયું છે આ ટર્મિનલ લગભગ ૧.૪ લાખ વર્ગ મીટરમાં ફેલાયેલું છે અને વાર્ષિક ૧.૩ કરોડ મુસાફરોને સંભાળ કરી શકાય એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેમાં રનવે, એરફિલ્ડ સિસ્ટમ, એપ્રન અને ટેક્સીવેમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે.
– ભારતના પહેલા પ્રાકૃતિક થીમવાળા એરપોર્ટ ટર્મિનલની ડિઝાઈન બેમ્બુ ઓર્કિડ્સની થીમ હેઠળ તૈયાર કરાયું છે.
– આ ટર્મિનલમાં સ્થાનકિ સ્તર મળી આવતા લગભગ ૧૪૦ મેટ્રિક ટન નોર્થઈસ્ટ વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે કાજીરંગાથી પ્રેરિત લીલાછમ લેન્ડસ્કેપ્સ, જાપી મોટિફ્સ, પ્રતિષ્ઠિત ગેંડાનું પ્રતીક, અને કોપાઉ ફૂલ દર્શાવતા ૫૭ ઓર્કિડ પણ છે.
– એરપોર્ટ પર મુસાફરોને જંગલ જેવો અહેસાસ કરાવવા માટે લગભગ ૧ લાખ વૃક્ષો લગાવ્યા છે, જેનાથી સ્કાય ફોરેસ્ટ જેવો અનોખો નજારો જાેવા મળશે.




