
આ પુલ પર ટેંક કે ફાઈટર વિમાનો પણ ઉતારી શકાય.એક પુલ દેશમાં એવો પણ છે જેમાં એક પણ નટ-બોલ્ટ કે રિવેટ્સનો ઉપયોગ થયો નથી.આ પુલ અસમમાં છે જેને બોગીબીલ પુલના નામે ઓળખવામાં આવે છે : પુલને સંપૂર્ણ રીતે વેલ્ડિંગ દ્વારા જાેડાયો છે.દેશભરમાં રસ્તાઓ ફૂલ સ્પીડથી બની રહ્યા છે. ભારત સરકારની કોશિશ છે કે પહાડ-પથ્થર, ગામ ચારેબાજુ પાક્કા રસ્તા બને જેથી કરીને લોકોને અવરજવર કરવામાં સુગમતા રહે.
આ સાથે નદીઓ કે નહેરો પાર કરવા માટે પુલ પણ બનાવવામાં આવી રહ્યા છે. દેશભરમાં આ રીતે પુલનું પણ નિર્માણ થઈ રહ્યું છે. આધુનિક ટેક્નોલોજીથી લેસ આ પુલો અવરજવર માટે ખુબ સુવિધાજનક રહે છે. તમે ઘણીવાર દેશના સૌથી લાંબા કે મોટા પુલ વિશે સાંભળ્યું હશે પરંતુ શું ક્યારેય સાંભળ્યું છે કે એક પુલ દેશમાં એવો પણ છે જેમાં એક પણ નટ-બોલ્ટ કે રિવેટ્સનો ઉપયોગ થયો નથી. ખાસ જાણો તેના વિશે.
તમે જાેયું હશે કે પુલો બનાવવા માટે નટ બોલ્ટનો ઉપયોગ થતો હોય છે. જાે કે એક પુલ એવો પણ છે જેમાં તેનો ઉપયોગ થયો નથી પરંતુ આમ છતાં તે ખુબ શક્તિશાળી પુલ છે. આ પુલ પર ટેંક કે ફાઈટર વિમાનો પણ ઉતારી શકાય છે. આ પુલ ભારતના અસમ રાજ્યમાં છે જેને બોગીબીલ પુલના નામે ઓળખવામાં આવે છે. તેમાં નટ બોલ્ટ ઉપરાંત રિવેટ્સનો પણ ઉપયોગ થયો નથી. આ પુલ કઈ ટેક્નિકથી બનાવવામાં આવ્યો છે તે જાણો છો ખરા?
લગભગ પુલોને નટ બોલ્ટ દ્વારા જાેડવામાં આવે છે. જાે કે આ પુલને સંપૂર્ણ રીતે વેલ્ડિંગ દ્વારા જાેડવામાં આવ્યો છે. આ પુલને જાેડવા માટે સ્વીડિશ ટેક્નોલોજીની મદદ લેવાઈ છે. તેને બનાવવા માટે ઈટાલીથી હેવી મશીન મંગાવવામાં આવ્યા હતા. જેના દ્વારા પુલનું વેલ્ડિંગ કરાયું હતું. આ પુલ સિસ્મિક ઝોન ૫માં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ ભૂકંપ કે કોઈ ચીજનું દબાણ આવે તો નટ બોલ્ટથી બનેલો પુલ તૂટી શકે છે. જાે કે વેલ્ડિંગ ટેક્નોલોજીથી બનેલા પુલમાં લચીલાપણું હોય છે અને તેના તૂટવાનું જાેખમ ઓછું રહેલું છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ પુલની ઉંમર લગભગ ૧૨૦ વર્ષ છે. મજબૂતી એટલી બધી છે કે સેનાના ફાઈટર વિમાનો પણ અહીં ઉતારી શકાય છે. આ પુલના નીચેના ભાગમાં રેલવે ટ્રેક છે. જ્યારે ઉપરના ભાગમાં રસ્તો છે. આ પુલમાં એલ્યુમિનિયમ સ્પ્રે કરાયું છે જેના કારણે તેમાં કાટ લાગતો નથી.




