
યાત્રાના રૂટ પર સતત વરસાદને કારણે ર્નિણય લીધો છે. જાે તમે પણ માતા વૈષ્ણો દેવીની યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો તેને હાલ પૂરતું મુલતવી રાખો. વાસ્તવમાં, માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે રવિવાર (૧૪ સપ્ટેમ્બર) થી શરૂ થતી યાત્રા હાલ પૂરતી મુલતવી રાખી છે. યાત્રાના રૂટ પર સતત વરસાદને કારણે શ્રાઇન બોર્ડે આ ર્નિણય લીધો છે. શ્રાઇન બોર્ડે કહ્યું કે માતા વૈષ્ણો દેવી યાત્રા આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે. ભક્તોને સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અપડેટ રહેવા વિનંતી છે.
અગાઉ શુક્રવારે (૧૨ સપ્ટેમ્બર) શ્રાઇન બોર્ડે કહ્યું હતું કે ખરાબ હવામાન અને ટ્રેકની જરૂરી જાળવણીને કારણે કામચલાઉ સ્થગિત કર્યા પછી, અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણો દેવીની યાત્રા ફરી શરૂ થશે.
નોંધનીય છે કે ૨૬ ઓગસ્ટના રોજ જમ્મુ વિભાગમાં અત્યંત ખરાબ હવામાન દરમિયાન માતા વૈષ્ણો દેવી મંદિર માર્ગ પર ભૂસ્ખલનને કારણે ૩૫ થી વધુ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યા હતા અને ૧૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ કારણે, શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા મુલતવી રાખવામાં આવી હતી. કટરામાં ભૂસ્ખલન બાદ, વહીવટીતંત્રે હોટલ અને ધર્મશાળાઓ ખાલી કરવાનો આદેશ જારી કર્યો હતો. ભસ્ખલન દુર્ઘટના પછી, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (જીસ્ફડ્ઢજીમ્) ની ટીકા થઈ હતી, જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરીએ પણ યાત્રાનું સંચાલન કરતા જીસ્ફડ્ઢજીમ્ ના અધિકારીઓને દોષી ઠેરવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ત્રણ દિવસ પછી શ્રી માતા વૈષ્ણોદેવી મંદિર માર્ગ પર અખદુવારી નજીક ભૂસ્ખલનની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
