
અજિત દાદાના સન્માનમાં કોંગ્રેસે ઉમેદવારી પાછી ખેંચી બારામતીમાં સુનેત્રા પવારની બિનહરીફ જીત નિશ્ચિત! શરદ પવાર અને સુપ્રિયા સુલેની અપીલનો સ્વીકાર કરાયો મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બારામતી વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવારી પાછી ખેંચવાનો ર્નિણય લીધો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના આકસ્મિક નિધન પ્રત્યે સન્માન વ્યક્ત કરતા પાર્ટી આ પેટાચૂંટણી નહીં લડે. આ ર્નિણય પાછળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (જીઁ)ના સુપ્રીમો શરદ પવાર, સુપ્રિયા સુલે અને રોહિત પવારની મહત્વની ભૂમિકા રહી છે. આ નેતાઓએ કોંગ્રેસને વિનંતી કરી હતી કે, અજીત પવારના નિધનથી ખાલી પડેલી આ બેઠક પર તેમની પત્ની અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર સામે કોઈ ઉમેદવાર ન ઉતારી ચૂંટણી બિનહરીફ કરાવવી જાેઈએ. શરદ પવારે કહ્યું હતું કે, મહારાષ્ટ્રે એક કુશળ નેતા ગુમાવ્યા છે ત્યારે આ શ્રદ્ધાંજલિ રૂપે ઉચિત રહેશે. ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુલેએ કોંગ્રેસને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જાે કોંગ્રેસ સુનેત્રા પવારને બિનહરીફ જીતવા નહીં દે તો તેનું પતન બારામતીથી જ શરૂ થશે. બીજી તરફ, કોંગ્રેસે અગાઉ એવી શરત મૂકી હતી કે, વિમાન દુર્ઘટનામાં અજીત પવારના મોત મામલે હ્લૈંઇ નોંધાય તો જ તેઓ પીછેહઠ કરશે.
નોંધનીય છે કે, કોંગ્રેસના આકાશ મોરેએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ હાઈકમાન્ડની સૂચના બાદ તેઓ આજે ફોર્મ પરત ખેંચશે. ૯ એપ્રિલ ઉમેદવારી પત્રો ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી હવે સુનેત્રા પવાર માટે બારામતીનો માર્ગ લગભગ સ્પષ્ટ થઈ ગયો છે. આ ર્નિણય મહારાષ્ટ્રમાં બદલાતા રાજકીય સમીકરણો અને સહાનુભૂતિના વમળ તરફ નિર્દેશ કરે છે.




