
બહું થયું હવે, મારે કોઈ ડિલ નથી કરવી : ટ્રમ્પ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર ખતમ કર્યું ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકો વિશે કહ્યું કે આ લોકો બીમાર છે, હું તેમની સાથે કોઈ ડીલ કરવા માંગતો નથી ઈરાન અને અમેરિકામાં એકવાર ફરીથી યુદ્ધ ભડકી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે સીઝફાયર ખતમ થઈ ગયું છે. તેઓ બીમાર છે, અમે તેમની સાથે ડીલ કરવા માંગતા નથી. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ઈરાન અને અમેરિકા એક બીજા પર હુમલા કરી રહ્યા છે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકો વિશે કહ્યું કે આ લોકો બીમાર છે, હું તેમની સાથે કોઈ ડીલ કરવા માંગતો નથી. મને લાગે છે કે ઈરાન સાથે સમજૂતિનો દોર હવે ખતમ થઈ ચૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન, નાટો, ગ્રીનલેન્ડ, અને સ્પેનને લઈને પણ આકરી ટિપ્પણીઓ કરી. તેમણે કહ્યું કે ઈરાન સાથે કોઈ નવા સમજૂતિની તેમને કોઈ ખ્વાઈશ નથી. તેમનું માનવું છે કે આ મુદ્દો હવે ખતમ થઈ ચૂક્યો છે.
નાટો પ્રમુખ માર્ક રૂટની સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને એક પત્રકારે સવાલ કરતા પૂછ્યું કે શું ઈરાન સાથે યુદ્ધવિરામ સમાપ્ત થઈ ગયો છે અને ૧૪ પોઈન્ટવાળું એમઓયુ નકામું થઈ ગયું? જેના પર લાઈવ બ્રોડકાસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે, મારા મતે તો આ ખતમ થઈ ચૂક્યું છે. હું ઈરાનીઓ સાથે કોઈ લેવડદેવડ કરવા માંગતો નથી. તેઓ ધિક્કારપાત્ર અને બીમાર માનસિકતા ધરાવતા લોકો છે. તેમનું નેતૃત્વ બીમાર માનસિકતાવાળા લોકો કરે છે અને તેઓ ખુબ ક્રૂર અને હિંસક લોકો છે. ઈરાન વિરુદ્ધ હાલમાં જ થયેલા અમેરિકી હુમલાઓ વિશે પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે કાલે રાતે અમે ઈરાનના ખુબ જ ખતરનાક લોકો પર જબરદસ્ત હુમલો કકર્યો. તેમનામાં કઈક ગડબડ છે. અમે કહ્યું કે, જાઓ અને તમારા અંતિમ સંસ્કારનું કામ કરો. પરંતુ તેની જગ્યાએ કાલે તેમણે જહાજાે પર રોકેટ છોડવાના શરૂ કરી દીધા. આથી કાલે રાતે અમે તેમના પર જાેરદાર હુમલો કર્યો.
ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાન સાથે કોઈ ડીલ કરવા માંગતા નથી. તેમણે ઈરાનીઓને બીમાર લોકો ગણાવતા કહ્યું કે હવે આ મામલે આગળ વધવાની જરૂર નથી. નાટો વિશે પણ ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે અમેરિકાની સાથે અન્યાય થઈ રહ્યો છે અને નાટોમાં અમેરિકા પોતાની ભાગીદારીથી અનેક ઘણું વધુ ચૂકવી રહ્યું છે. ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પે કહ્યું કે આ અમેરિકા માટે એક મોટો રણનીતિક સવાલ છે. તેમણે આ મામલે નાટોના વલણ પર અસંતોષ વ્યક્ત કર્યો છે.
સ્પેન પર હુમલા વિશે બોલતા ટ્રમ્પે કહ્યું કે તેઓ સ્પેન સાથે કોઈ વેપાર કરવા માંગતા નથી. તેમણે અમેરિકી નાણામંત્રી સ્કોટ બેસેન્ટને સ્પેન સાથે તમામ વેપારી સંબંધ ખતમ કરવાની પણ વાત કરી. ટ્રમ્પે સ્પેનને નાટોના ખુબ જ ખરાબ ભાગીદાર તરીકે ગણાવતા કહ્યું કે તે ગ્રીનલેન્ડ, ઈરાન અને નાટો સંલગ્ન અનેક મુદ્દાઓ પર વર્તમાન સ્થિતિથી ખુશ નથી.
અત્રે જણાવવાનું કે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની હુમલા બાદથી અમેરિકા સતત હુમલા કરી રહ્યું છે. જેને લઈને યુએસ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે અમેરિકી સેનાએ ૭ જુલાઈના રોજ ઈરાન વિરુદ્ધ હુમલાઓનો એક નવો દોર શરૂ કર્યો છે. જેમાં સટીક હથિયારોથી ૮૦થી વધુ ઠેકાણા પર હુમલા કરાયા. ઝ્રઈદ્ગ્ર્ઝ્રંસ્ એ દાવો કર્યો કે હુમલાઓમાં ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ નેટવર્ક, કાંઠા વિસ્તારોની રડાર સાઈટ, એન્ટી શિપ મિસાઈલ ક્ષમતા અને હોર્મુઝ સ્ટ્રેટમાં તથા તેની પાસે ૬૦થી વધુ ૈંઇય્ઝ્ર નાની બોટ્સને ટાર્ગેટ કરાયા.




