
ઉદ્ધવ ઠાકરે-રાજ ઠાકરે ગઠબંધન પર કોંગ્રેસની પ્રતિક્રિયા.કોંગ્રેસ અને રાજ ઠાકરેની પાર્ટીના રસ્તા ક્યારેય એક થઈ શકે નહીં.મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરીએ યોજાનારી મહત્વની BMC ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે.મહારાષ્ટ્રના રાજકારણમાં બુધવારે (૨૪ ડિસેમ્બર) એક મોટી ઘટના બની, જ્યારે વર્ષો જૂના મતભેદો બાજુએ મૂકીને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ હાથ મિલાવ્યા. આ ગઠબંધન માત્ર મુંબઈ પૂરતું સીમિત નથી પરંતુ સમગ્ર રાજ્ય માટે છે. જાેકે, મહાવિકાસ આઘાડી (સ્ફછ) ના સાથી પક્ષ કોંગ્રેસે આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું છે કે પરિવાર એક થાય તેનાથી અમને આનંદ છે, પરંતુ કોંગ્રેસ અને રાજ ઠાકરેની પાર્ટી ((MVA)) ના રસ્તા ક્યારેય એક થઈ શકે નહીં.
મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરીએ યોજાનારી મહત્વની મ્સ્ઝ્ર (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) ચૂંટણી પહેલાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ((MVA)) ના વડા રાજ ઠાકરે વચ્ચે થયેલા ગઠબંધને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. બંને પિતરાઈ ભાઈઓના પુન:મિલનથી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે. જાેકે, આ ગઠબંધન પર કોંગ્રેસની પ્રતિક્રિયા ખૂબ જ સૂચક રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે આ ગઠબંધન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “રાજકારણ પોતાની જગ્યાએ છે અને પરિવાર પોતાની જગ્યાએ. જાે બે ભાઈઓ મુંબઈના હિતમાં સાથે આવતા હોય તો અમને કોઈ સમસ્યા નથી, અમે ખુશ છીએ. પરંતુ એ વાત યાદ રાખવી જાેઈએ કે કોંગ્રેસની વિચારધારા મનસે સાથે ક્યારેય મેચ થતી નથી અને અમે તેમની સાથે ગઠબંધન કરવા ક્યારેય તૈયાર ન હતા અને રહીશું પણ નહીં.” તેમણે સ્પષ્ટ કર્યું કે અમારું ગઠબંધન ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે છે અને રહેશે.
નાગપુરમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન વડેટ્ટીવારે કોંગ્રેસની તાકાતનો પરચો આપતા કહ્યું હતું કે, “તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા અને મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીના પરિણામો સાબિત કરે છે કે કોંગ્રેસ મહાવિકાસ આઘાડીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.” તેમણે આંકડાઓ ટાંકતા કહ્યું કે મેયર પદ હોય કે કોર્પોરેટરની બેઠકો, કોંગ્રેસે ગઠબંધન વગર એકલા હાથે લડીને અન્ય બે સાથી પક્ષો (શરદ પવાર જૂથ અને ઉદ્ધવ જૂથ) કરતાં વધુ સફળતા મેળવી છે. આ પરિણામો દર્શાવે છે કે કોંગ્રેસના પાયાના કાર્યકરો સ્થાનિક ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડવા માંગે છે.




