
દિશા સાલિયાન હત્યા કેસ ફરી એકવાર સમાચારમાં છે. દિશાના પિતા સતીશ સાલિયાનના વકીલ નીલેશ ઓઝાએ જણાવ્યું હતું કે, ‘આજે અમે સીપી ઓફિસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને જેસીપી ક્રાઇમે તેને સ્વીકારી લીધી છે અને આ ફરિયાદ હવે એફઆઈઆર છે.’ આ કેસમાં આરોપીઓ આદિત્ય ઠાકરે, ડીનો મોરિયા, સૂરજ પંચોલી અને તેમના બોડીગાર્ડ્સ, પરમ બીર સિંહ, સચિન વાઝે અને રિયા ચક્રવર્તી છે. આ FIRમાં દરેક વ્યક્તિ આરોપી છે.
વકીલે કહ્યું, ‘આ મામલાને છુપાવવા પાછળ પરમબીર સિંહ મુખ્ય સૂત્રધાર હતો.’ તેમણે આદિત્ય ઠાકરેને બચાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી અને જુઠ્ઠાણા ફેલાવ્યા. બધી વિગતો FIR માં છે. NCB તપાસ પત્ર સાબિત કરે છે કે આદિત્ય ઠાકરે ડ્રગ્સના વેપારમાં સામેલ હતા, તે વિગતનો ઉલ્લેખ આ FIRમાં કરવામાં આવ્યો છે.
#WATCH | Disha Salian Murder case | Mumbai: Disha Salian’s father Satish Salian’s advocate, Nilesh Ojha says, “… Today, we have filed a written complaint to the CP office and the JCP Crime accepted it and this complaint is the FIR now… Accused are Aaditya Thackeray, Dino… pic.twitter.com/dzfPszOR9v
— ANI (@ANI) March 25, 2025
દિશા સાલિયાનનું શું થયું?
દિશા સાલિયાનનું 8 જૂન, 2020 ના રોજ એક ઇમારતના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. તે સમયે દિશાના બોયફ્રેન્ડની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી. દિશા સાલિયાનના મૃત્યુના લગભગ એક અઠવાડિયા પછી, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. દિશા સાલિયાનના મૃત્યુનો મુદ્દો સૌપ્રથમ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ પણ દરમિયાનગીરી કરી હતી અને ભૂતપૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમને કથિત રીતે સાલિયાનના મૃત્યુ સાથે જોડવામાં આવી રહ્યા હતા.
દિશા સાલિયાન કોર્નરસ્ટોન સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ નામની ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મમાં એન્ટરટેઈનમેન્ટ ટેલેન્ટ મેનેજમેન્ટ ટીમનો ભાગ હતી. દિશા સાલિયાને સુશાંત સિંહ રાજપૂત, વરુણ શર્મા, રિયા ચક્રવર્તી, કોમેડિયન ભારતી સિંહ અને થોડા સમય માટે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કામ કર્યું છે. આ મામલો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો હોવાથી, આ મુદ્દા પર રાજકારણ પણ થઈ શકે છે.
