
પૂણેમાં નેતાઓની અવનવી ઑફર્સ.વોટના બદલે SUV કાર, થાઇલૅન્ડ ટ્રીપ, સોનું જીતો!.મતદારોને રીઝવવા માટે ઉમેદવારો વિદેશ પ્રવાસથી લઈને ઘરેણાં જેવી લલચામણી ભેટોની લ્હાણી કરી રહ્યા છે.પૂણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે, ત્યારે સત્તા મેળવવા માટે ઉમેદવારોએ સામ-દામ-દંડ-ભેદની તમામ નીતિઓ અપનાવી દીધી છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો વિદેશ પ્રવાસથી લઈને મોંઘી ગાડીઓ અને સોનાના ઘરેણાં જેવી લલચામણી ભેટોની લ્હાણી કરી રહ્યા છે.
પૂણે મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ વોર્ડમાં ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે નાણાકીય શક્તિ અને પ્રભાવનું અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. લોહગાંવ-ધાનોરી વૉર્ડમાં એક ઉમેદવારે તો લકી ડ્રો દ્વારા ૧૧ લકી મતદારોને ૧૧૦૦ ચોરસ ફૂટના પ્લોટ આપવાનું વચન આપી રજિસ્ટ્રેશન પણ શરુ કરી દીધું છે, જ્યારે વિમાન નગરમાં દંપતીઓ માટે થાઇલૅન્ડની ૫ દિવસની લક્ઝરી ટૂરની લલચામણી ઓફર આપવામાં આવી રહી છે.
તેમજ મહિલા મતદારોને આકર્ષવા માટે હજારોની સંખ્યામાં કિંમતી પૈઠણી સાડીઓ, સિલાઈ મશીનો અને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ યુવા મતદારો માટે ૧ લાખ રૂપિયાના રોકડ ઇનામો સાથેની ક્રિકેટ લીગનું આયોજન કરી ઉમેદવારો ચૂંટણીમાં પોતાની નાણાકીય ક્ષમતાનો પરચો બતાવી રહ્યા છે.
પૂણે મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરીએ યોજાનારી આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે, જેમાં ખાસ કરીને પવાર પરિવારના બંને જૂથો વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ગજગ્રાહ જાેવા મળી રહ્યો છે. ગત વર્ષે રાજકીય માર્ગો અલગ કર્યા બાદ હવે શરદ પવાર અને અજિત પવારના જૂથો વચ્ચે સમજૂતી માટે બેઠકોનો દોર શરૂ થયો છે, જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર જૂથ ૪૦થી ૪૫ બેઠકો પર દાવો કરી રહ્યું છે, જ્યારે અજિત પવાર ૩૦થી વધુ બેઠકો આપવા તૈયાર નથી. ગત રાત્રે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે પ્રથમ રાઉન્ડની મંત્રણા પૂર્ણ થઈ છે, પરંતુ આ બેઠકોના જટિલ ગણિત અંગેનો અંતિમ ર્નિણય હવે સુપ્રિયા સુલે સાથેની નિર્ણાયક ચર્ચા બાદ જ લેવામાં આવે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રના રાજકીય ફલક પર એક મોટો ઉલટફેર જાેવા મળ્યો છે, જ્યાં ૨૦ વર્ષના લાંબા ગાળા બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેના મનભેદનો અંત આવ્યો છે. શિવસેના (UBT) અને MNS વચ્ચે રચાયેલા આ નવા સમીકરણોએ વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી(MVA) માટે કપરા ચઢાણ ઊભા કર્યા છે. આ નવી ભાગીદારીથી નારાજ થયેલા કોંગ્રેસ અને શરદ પવાર જૂથે રણનીતિક પગલું ભરીને માત્ર આ આગામી ચૂંટણી પૂરતો જ સ્ફછથી છેડો ફાડવાનો ર્નિણય લીધો છે.




