
વિમાનમાં કુલ ૫ લોકો હતા સવારમહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધનાવાર મુંબઈથી બારામતી રાજકીય કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ : અજિત પવારના મૃતદેહની ઓળખ તેમના કપડા-ઘડિયાળ દ્વારા થઈબુધવારે સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયા બાદ તેમનું નિધન થયું છે. આ વિમાનમાં કુલ ૬ લોકો સવાર હતા. પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા છે. તેઓ મુંબઈથી બારામતી રાજકીય કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું હતું અને પ્લેન ક્રેશ થયા બાદ ફ્યુઅલ ટેંકમાં ધડાકો થયો હતો. વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત થયું છે. વિમાનમાં સવાર ૫ લોકોના મોતની DGCA એ કરી પુષ્ટી કરી હતી. ડીજીસીએ કહ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં અજિત પવાર સહિત ૫ લોકોના મોત થયા છે.
આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.PM મોદીએ ઘટના અંગે X પર લખ્યું છે કે, “મહારાષ્ટ્રના બારામતીમાં બનેલી વિમાન દુર્ઘટનાની ઘટનાથી દુ:ખી છું. મારી સંવેદનાઓ તે બધા લોકો સાથે છે જેમણે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આ ઊંડા દુ:ખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોને શક્તિ અને હિંમત મળે તે માટે પ્રાર્થના કરું છું.”
આ અકસ્માત તેમના બારામતીમાં થયો હતો. અજિત પવાર પવાર પરિવારના ગઢ તરીકે ઓળખાતા પ્રદેશ બારામતીના ધારાસભ્ય છે. અકસ્માત બાદ વિમાનમાંથી ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા. અગાઉ એવા અહેવાલો હતા કે વિમાન દુર્ઘટનામાં તેઓ ઘાયલ થયા છે, પરંતુ તે પછી માહિતી સામે આવી છે કે તેમનું નિધન થઈ ગયું છે. અજિત પવાર ચાર્ટર પ્લેન દ્વારા બારામતી જઈ રહ્યા હતા. અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. અજિત પવાર બુધવારે બારામતીમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. ઘટના સ્થળ પરથી તે તસવીરો સામે આવી રહી હતી તેમાં દેખાય છે કે વિમાન ખેતરમાં પડેલું છે. જેમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો અને વિમાન જમીન પર પડ્યા બાદ ફ્યુઅલ ટેંકમાં આગ લાગ્યા બાદ મોટો ધડાકો થયો હતો અને આગ બાદ ચારે તરફ ધુમાડાના ગોટા જાેવા મળ્યા હતા. અજિત પવારના મૃતદેહની ઓળખ તેમના કપડા અને ઘડિયાળ દ્વારા કરવામાં આવી હતી. ઘડિયાળ તેમની છેલ્લી ઓળખ સાબિત થઈ. આનાથી અકસ્માત કેટલો ભયાનક હતો તેનો અંદાજ લગાવી શકાય છે.
અચાનક બનેલી આ ઘટનાને જાેઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિમાનમાં કોઈ જીવિત હોય તો તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા. વિમાન ક્રેશ થયા બાદ તેના પાર્ટ્સ ખેતરમાં વિખેરાયેલા પડ્યા હતા. આ ઘટના બારામતી એરપોર્ટથી લગભગ ૩-૪ કિલોમીટર પહેલા બની હોવાનું મનાઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ શરદ પવાર જાેડે વાતચીત કરીને તેમને સાંત્વના આપી હતી.
આ સાથે અજિત પવારની આવતીકાલે ૨૯ જાન્યુઆરીના રોજ ૧૧ વાગ્યે અંતિમવિધિ કરવામાં આવશે તેવો ર્નિણય લેવાયો છે.
અજિત પવારનો જન્મ અહેમદગઢના દેવલાલી પ્રવરામાં ૨૨ જુલાઈ ૧૯૫૯એ થયો હતો. તેઓ ૬૬ વર્ષના હતા અને મહારાષ્ટ્રના રાજકારણમાં તેમનું કદ ખાસ્સું મોટું હતું. તેઓ મહારાષ્ટ્રના સૌથી લાંબો સમય ડેપ્યુટી સીએમ રહી ચૂક્યા છે. અજિત પવારે વર્ષ ૧૯૮૫માં સુનેત્રા પવાર સાથે લગ્ન કર્યા હતા અને તેમના બે દીકરા જય પવાર અને પાર્થ પવાર છે.
ખરાબ હવામાનને અકસ્માતનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. આ પ્રશ્ન એ ઉભો કરે છે કે આટલા ખરાબ હવામાન દરમિયાન વિમાન ક્રેશ થવા પાછળ કયા પરિબળો જવાબદાર હોઈ શકે છે. એવિએશન એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ખરાબ હવામાનમાં પ્લેન ક્રેશ થવામાં એક નહીં અનેક ફેક્ટર જવાબદાર હોય શકે છે. જાેકે, પ્લેન ક્રેશનું અસલ કારણ શું હતુ તે તો ડાયરેક્ટોરલ જનરલ ઓફ સિવિલ એવિએશન અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશનની તપાસ પછી જ ખબર પડશે.
એક મહિલા પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, સવારે વિમાન બારામતી હવાઈ પટ્ટી પર ચક્કર લગાવતું જાેવા મળ્યું હતું. તેણીએ જણાવ્યું હતું કે લેન્ડિંગ દરમિયાન, વિમાન સંતુલન ગુમાવી બેઠું હતું અને ખૂબ જ જાેરથી જમીન પર અથડાયું હતું.
વિમાન જમીન પર અથડાતાં જ એક જાેરદાર વિસ્ફોટ થયો હતો, જેનો અવાજ આસપાસના વિસ્તારમાં સંભળાયો હતો. વિમાન ક્રેશ થયા પછી વિમાનના ટુકડા હવામાં ઉડ્યા અને નજીકના ઘરોમાં પડ્યા, જેનાથી સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા.
આ દરમિયાન, અજિત પવારના પત્ની સુનેત્રા પવાર અને તેમના બાળકો પાર્થ અને જય દિલ્હીથી બારામતી જવા માટે રવાના થયા હતા. આ દરમિયાન, રોહિત પવાર હોસ્પિટલમાં પહોંચ્યા છે જ્યાં અજિત પવારનો મૃતદેહ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહ સહિત મધ્ય પ્રદેશના અનેક નેતાઓએ બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો.




