કેરળની એક અદાલતે શનિવારે 15 પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) કાર્યકરોને OBC મોરચાના રાજ્ય સચિવ રણજીત શ્રીનિવાસનની હત્યા માટે દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કુલ 31 આરોપી છે અને શનિવારે પ્રથમ 15 આરોપીઓ પર ચુકાદો આપવામાં આવ્યો હતો.
શનિવારે, માવેલીકેરા એડિશનલ સેશન્સ જજ વીજી શ્રીદેવીએ તમામ 15 આરોપીઓને હત્યાના દોષી ઠેરવ્યા હતા અને હવે 22 જાન્યુઆરીએ સજા સંભળાવશે. ચુકાદાથી મૃતકના પરિવારજનો ખુશ છે અને આરોપીઓને મહત્તમ સજા થશે તેવી આશા વ્યક્ત કરી છે.
22 જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે
નોંધનીય છે કે અલપ્પુઝા બારમાં વકીલાત કરતા રણજિત શ્રીનિવાસન 2021માં અલપ્પુઝા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર હતા. 19 ડિસેમ્બર, 2021 ના રોજ, પીએફઆઈના સભ્યો અલપ્પુઝામાં તેમના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા અને તેમની પત્ની અને માતાની હાજરીમાં તેમની હત્યા કરી હતી.