
નવી ૪૧ મેડિકલ કોલેજાેને પણ મંજૂરી અપાઈ દેશમાં MBBSની નવી ૧૦,૬૫૦ બેઠકોને NMC ની લીલીઝંડી મળી દેશમાં મેડિકલ કોલેજાેની સંખ્યા વધીને ૮૧૬ અને એમબીબીએસની બેઠકો વધીને ૧,૩૭,૬૦૦ થશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસ પર ૭૫ હજાર નવી મેડિકલી સીટોનું સર્જન કરવાનાં સંકલ્પને અનુરૂપ એક મહત્ત્વપૂર્ણ પગલું લેતા નેશનલ મેડિકલ કમિશન (એનએમએસી)એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૦,૬૫૦ નવી એમબીબીએસ બેઠકોને મંજૂરી આપી છે. આ વૃદ્ધિ ભારતમાં મેડિકલ શિક્ષણની ઉપલબ્ધતા વધારવાની એક વ્યાપક રણનીતિનો ભાગ છે. એનએમસી પ્રમુખ ડો. અભિજાત શેઠે જણાવ્યું હતું કે ૪૧ નવી મેડિકલ કોલેજ ખુલવાથી દેશમાં કુલ મેડિકલ સંસ્થાઓની સંખ્યા વધીને ૮૧૬ થઇ જશે.
આ સાથે જ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં એમબીબીએસ સીટોની સંખ્યા વધીને ૧,૩૭,૬૦૦ થઇ જશે. જેમાં રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાઓ (આઇએનઆઇ)ની બેઠકો પણ સામેલ છે.
અનુસ્નાતક (પીજી) અભ્યાસક્રમો માટે એનએમસીને નવી અને રિન્યુડ બેઠકો માટે ૩૫૦૦થી વધુ અરજીઓ પ્રાપ્ત થઇ છે. ડો. શેઠે જણાવ્યું હતું કે આયોગને લગભગ પાંચ હજાર પીજી સીટની વૃદ્ધિની આશા છે.
જેના કારણે સમગ્ર દેશમાં કુલ પીજી બેઠકોની સંખ્યા વધીને ૬૭૦૦૦ થઇ જશે. ચાલુ વર્ષે યુજી અને પીજી બંનેમાં કુલ ૧૫,૦૦૦ બેઠકોની વૃદ્ધિ થશે. અધિકારીઓએ ખાતરી આપી છે કે આ પ્રક્રિયાઓ નિર્ધારિત સમય મર્યદામાં પણ પૂર્ણ કરી લેવામાં આવશે.
એનએમસીના પ્રયત્નોને દેશમાં મેડિકલ શિક્ષણ ક્ષમતામાં સુધારની દિશામાં એક પગલાં તરીકે જાેવામાં આવી રહ્યું છે. જે આરોગ્ય સેવાના માળખાગત ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અને મેડિકલ પ્રોફેશનલોની વધતી માંગને પૂર્ણ કરવામાં સરકારના દ્રષ્ટિકોણને અનુરૂપ છે.
