
દેશમાં શ્વાસ સંબંધિત બીમારીઓનું એક મોટું સંકટ.કોવિડ મહામારી બાદ ભારત પર તોળાઈ રહ્યું છે સૌથી મોટું સંકટ.મોટાભાગનું ઉત્તર ભારત વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવેલું છે, દિલ્હી એનસીઆરની હવા જાણે ઝેરી બની ગઈ છે.છેલ્લા કેટલાક સમયથી મોટાભાગનું ઉત્તર ભારત વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવેલું છે. દિલ્હી એનસીઆરની હવા જાણે ઝેરી બની ગઈ છે અને હવાની ગુણવત્તાના સ્તરમાં પણ સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. ઠંડીમાં પારો ગગડતા સ્થિતિ વધુ કથળી છે. વિશેષજ્ઞોએ પણ હવે તો આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે કોવિડ ૧૯ મહામારી બાદ વાયુ પ્રદૂષણ ભારત માટે સૌથી મોટું સ્વાસ્થ્ય સંકટ છે. બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના શ્વસન રોગના વિશેષજ્ઞ ચેતવણી ઉચ્ચારી છે કે જાે તરત નક્કર પગલાં નહીં ભરવામાં આવે તો સ્થિતિ બગડતી જશે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે દેશમાં શ્વસન સંબંધિત બીમારીઓનું એક મોટું સંકટ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. આ સંકટની ગંભીરતા હાલ ન તો મોટા પાયે ધ્યાનમાં આવી રહી છે કે ન તો તેના સમાધાન માટે પુરતા પગલાં ભરાઈ રહ્યા છે. બ્રિટનમાં કાર્યરત અનેક વરિષ્ઠ ડોક્ટરોએ પીટીઆઈ-ભાષાને કહ્યું કે, શ્વાસ સંબંધિત બીમારીઓનું આ છૂપું સંકટ ધીરે ધીરે ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે અને આવનારી લહેર ભારતના લોકો અને દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ઊંડી અને લાંબા ગાળાની અસર નાખી શકે છે. વિશેષજ્ઞોએ એમ પણ કહ્યું કે છેલ્લા દાયકામાં વિશ્વભરમાં હ્રદયરોગના કેસોમાં વધારો માત્ર મોટાપાના કારણે નથી થયો પરંતુ તેનું મુખ્ય કારણ કારો અને વિમાનો સહિત શહેરી પરિવહનથી થતું ઝેરી ઉત્સર્જન છે. આ સમસ્યા ભારત, બ્રિટન અને અન્ય દેશોના શહેરોમાં ખાસ કરીને ગંભીર છે.
લિવરપુલના સલાહકાર શ્વસન રોગ વિસેષજ્ઞ અને ભારતની કોવિડ ૧૯ સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય મનિષ ગૌતમ કહે છે કે, ભાર સરકારનું વાયુ પ્રદૂષણ પર ફરી ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. પરંતુ કડવી સચ્ચાઈ એ પણ છે કે ઉત્તર ભારતમાં રહેતા લાખો લોકોમાટે નુકસાન પહેલેથી થઈ ચૂક્યું છે. હાલમાં જે પગલાં ભરાઈ રહ્યા છે તે ખુબ ઓછા છે. શ્વાસ સંબંધિત બીમારીઓનું એક મોટું સંકટ ધીરે ધીરે આપણી સામે વધી રહ્યું છે.
તેમણે ચેતવણી આપી કે વર્ષો સુધી પ્રદૂષણની પક્કડમાં રહેવાના કારણે ફેફસાના સ્વાસ્થ્ય પર અસર ધીરે ધીરે સામે આવી રહી છે. તેમણે નીતિ બનાવનારાઓને અપીલ કરી છે કે તેઓ શ્વાસ સંબંધિત બીમારીઓની સમયસર ભાળ મેળવીને તેમના સારવાર પર ધ્યાન આપે અને ઝડપથી કામ કરનારા એક કાર્યદળની સ્થાપના પર વિચાર કરે.
ડોક્ટરોના જણાવ્યાં મુજબ ડિસેમ્બરમાં ફક્ત દિલ્હીની હોસ્પિટલોમાં જ શ્વાસ સંબંધિત પરેશાનીઓ સામે ઝઝૂમી રહેલા દર્દીઓની સંખ્યામાં ૨૦થી ૩૦ ટકાનો વધારો જાેવા મળ્યો. જેમાંથી અનેક દર્દીઓ એવા હતી જે પહેલીવાર આ બીમારીથી પીડાયા હતા અને યુવા હતા.
બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવામાં ૨૦ વર્ષથી વધુ અનુભવ ધરાવતા ગૌતમે કહ્યું કે પ્રદૂષણ નિયંત્રણ અને રોકથામના ઉપાય તો મહત્વપૂર્ણ છે જ પરંતુ હવે ફક્ત આ ઉપાયોથી કામ નહીં ચાલે. ભારતે પહેલા પણ એ ઉદાહરણ રજૂ કર્યું છે કે મોટા પાયે સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમ ચલાવવો શક્ય છે.
સરકારના ઉપાયોએ ઝડપથી નિદાન અને સુનિયોજિત ઉપચાર કાર્યક્રમોના માધ્યમથી ક્ષય રોગની અસરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
હવે શ્વસન રોગો માટે પણ આ પ્રકારની તત્પરતા અને મોટા પાયે પગલાં ભરવાની જરૂર છે.
બીજી બાજુ લંડનના સેન્ટ જ્યોર્જ યુનિવર્સિટી હોસ્પિટલના માનદ હ્રદય રોગ વિશેષજ્ઞ રાજય નારાયણના જણાવ્યાં મુજબ વાયુ પ્રદૂષણ અને હ્રદય, શ્વસન, તંત્રિકા સંબધિત અનેક પ્રકારની બીમારીઓ વચ્ચે ઘણા બધા વૈજ્ઞાનિક પ્રમાણ હાજર છે. તેમણે કહ્યું કે જાે તેને સમયસર ઉકેલવામાં નહીં આવે તો આ સ્વાસ્થ્ય અને આર્થિક બોજ બંનેને વધારશે.
નારાયણે કહ્યું કે, માથાનો દુખાવો, થાક, સામાન્ય ઉધરસ, ગળામાં ખરાશ, પાચન સંબંધિત મુશ્કેલીઓ, આંખો સૂકી થવી, ત્વચા પર ચકામા અને વારંવાર થનારા સંક્રમણ જેવા શરૂઆતી લક્ષણો હંમેશા મામૂલી સમજીને અવગણવામાં આવે છે. પરંતુ તે ગંભીર લાંબાગાળાની બીમારીની શરૂઆતની ચેતવણીના સંકેત હોઈ શકે છે.




