
જેતલસર રેલ્વે જંકશન બચાવવા જન આંદોલનના એંધાણ
જેતલસર જંકશનના ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આપ્યું આવેદન
રેલ્વે તંત્ર સામે આક્ષેપ છે કે રેલ્વે પ્રશાસન દ્વારા જેતલસરના મહત્વના વિભાગોને અન્યત્ર ખસેડીને અન્યાય કરવામાં આવી રહ્યો છે.
રેલ્વેને દર મહિને આશરે ₹10 થી 12 લાખનું વધારાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
લોકોલોબી, બ્રેકડાઉન અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના વિભાગો જેતલસરથી હટાવી લેવાતા સ્થાનિક રોજગાર અને વિકાસ પર માઠી અસર પડી રહે છે.
જેતલસર પાસે રેલ્વેની 10 લાખ ચોરસ મીટર જમીન ઉપલબ્ધ હોવા છતાં નવા વિભાગો શરૂ કરવાને બદલે જુના બંધ કરાતા વિરોધ.
માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો જેતલસર અને આસપાસના ગામોના લોકો ‘રેલ રોકો આંદોલન’ અને ઉગ્ર જન આંદોલન છેડશે




