Amit Shah: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ ચીન એક ઇંચ પણ જમીન પર કબજો કરી શકે નહીં. તેમણે દાવો કર્યો હતો કે જનતા ક્યારેય ભૂલી શકે નહીં કે ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 1962માં ચીની હુમલા દરમિયાન આસામ અને અરુણાચલ પ્રદેશને ‘બાય-બાય’ કહ્યું હતું. આસામના લખીમપુરમાં ચૂંટણી રેલીને સંબોધતા શાહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સાથેની સરહદ સુરક્ષિત કરી અને ઘૂસણખોરી અટકાવી.
1962માં ચીનના આક્રમણ વખતે નહેરુએ આસામ અને અરુણાચલ પ્રદેશને ‘બાય-બાય’ કહ્યું હતું
અમિત શાહે કહ્યું, “1962માં ચીનના આક્રમણ વખતે નહેરુએ આસામ અને અરુણાચલ પ્રદેશને ‘બાય-બાય’ કહ્યું હતું. આ રાજ્યોના લોકો આને ક્યારેય ભૂલી શકે નહીં.” “પરંતુ હવે, ચીન અમારી જમીનનો એક ઇંચ પણ અતિક્રમણ કરી શક્યું નથી. ડોકલામમાં પણ અમે તેમને પાછળ ધકેલી દીધા,” તેમણે કહ્યું. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સાથેની આસામની સરહદ પહેલા “ઘુસણખોરી માટે ખુલ્લી” હતી. શાહે કહ્યું, “પછી કેન્દ્રમાં મોદી સરકાર આવી અને અહીં હિમંતા બિસ્વા સરમાની સરકાર આવી અને હવે આપણે કહી શકીએ કે ઘૂસણખોરી બંધ થઈ ગઈ છે.”
આસામની અગાઉની કોંગ્રેસ સરકારે રાજ્ય સાથે અન્યાય કર્યો હતો
તેમણે આક્ષેપ કર્યો હતો કે આસામની અગાઉની કોંગ્રેસ સરકારે રાજ્ય સાથે અન્યાય કર્યો હતો અને વિવિધ હિંસક ચળવળો અને આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં ઘણા યુવાનો માર્યા ગયા હતા. “મોદી સરકાર હેઠળ છેલ્લા 10 વર્ષોમાં, શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા અને 9,000 યુવાનોએ આત્મસમર્પણ કર્યું,” તેમણે કહ્યું.
અમિત શાહે કહ્યું…..
અમિત શાહે કહ્યું કે રાજ્યના 80 ટકા વિસ્તારોમાંથી આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ એટલે કે AFSPA હટાવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા શાહે કહ્યું કે, “તેઓએ (આસામ) કરાર પર હસ્તાક્ષર કર્યા પરંતુ શરતો પૂરી ન કરી. અમે બોડો સમજૂતી પર હસ્તાક્ષર કર્યા અને બે વર્ષમાં તમામ શરતો પૂરી થઈ.” બોલતી વખતે અમિત શાહે દાવો કર્યો કે તે મુસ્લિમ પર્સનલ લોને સમર્થન આપે છે.