
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત CBI અને ED તપાસના હાઈકોર્ટના આદેશને રદ કર્યો, નવેસરથી સુનાવણી કરવા નિર્દેશ સાથે જ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને પણ આ કેસમાં પક્ષકાર બનાવી તેમનો પક્ષ સાંભળવા જણાવ્યું છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કથિત આવક કરતાં વધુ સંપત્તિના મામલે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં CBI અને ED દ્વારા તપાસ કરાવવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કરીને સમગ્ર મામલે નવેસરથી વિચારણા કરવા હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે. સાથે જ રાહુલ ગાંધીને પણ આ કેસમાં પક્ષકાર બનાવી તેમનો પક્ષ સાંભળવા જણાવ્યું છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરતાં સ્પષ્ટ કર્યું હતું કે સંબંધિત તમામ પક્ષોને સાંભળ્યા બાદ જ આગળનો ર્નિણય લેવામાં આવે. આ ર્નિણયથી રાહુલ ગાંધીને કાનૂની રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના કાર્યકર વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ સમક્ષ અરજી કરી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધીએ અત્યાર સુધી વિદેશ પ્રવાસ પાછળ અંદાજે રૂ. ૬૦ કરોડનો ખર્ચ કર્યો છે, જે તેમની જાહેર કરેલી આવકની સરખામણીએ વધુ છે. આ મામલે CBI અને ED દ્વારા તપાસ કરવાની માગ કરવામાં આવી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ૧૭ ઓગસ્ટે થયેલી સુનાવણી દરમિયાન તેમના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે હાઈકોર્ટે એકતરફી રીતે આદેશ આપ્યો હતો. ફરિયાદીનો આ મામલા સાથે સીધો સંબંધ ન હોવા છતાં બંધ ચેમ્બરમાં સુનાવણી કરવામાં આવી હતી. વધુમાં, સીલબંધ કવરમાં રજૂ કરાયેલી માહિતી મીડિયામાં લીક થતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
બીજી તરફ, અરજીકર્તા વિગ્નેશ શિશિરે રાહુલ ગાંધીની અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે પ્રાથમિક તપાસના તબક્કે કાયદા હેઠળ પ્રસ્તાવિત આરોપીને સાંભળવાની કોઈ જાેગવાઈ નથી. CBI તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ જણાવ્યું હતું કે એજન્સી હાલમાં પ્રાથમિક તપાસ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ હ્લૈંઇ નોંધવા અંગે ર્નિણય લેવામાં આવશે.
આ દરમિયાન જસ્ટિસ જાેયમાલ્યા બાગચીએ સવાલ ઉઠાવ્યો હતો કે જાે આરોપો આટલા ગંભીર હતા તો CBI એ સ્વયં આગળ આવીને કાર્યવાહી કેમ ન કરી? સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે અલ્હાબાદ હાઈકોર્ટ તમામ સંબંધિત પક્ષોને સાંભળીને આ મામલે નવેસરથી ર્નિણય લેશે. આમ, હાલના તબક્કે રાહુલ ગાંધી સામે CBI અને ED તપાસ કરાવવાનો હાઈકોર્ટનો અગાઉનો આદેશ અમલમાં રહ્યો નથી.




