
બી સુદર્શન રેડ્ડીને હરાવ્યા; ૪૫૨ મત મળ્યા.સી.પી રાધાકૃષ્ણન બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ.તેમણે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને હરાવી દીધા છે.ભારતની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના ઉમેદવાર સી.પી રાધાકૃષ્ણને શાનદાર વિજય મેળવ્યો છે. NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન કુલ ૪૫૨ મતો સાથે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને હરાવી દીધા છે.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણને વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૭૬૭ સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી દરમિયાન ૭૫૨ મતો માન્ય ગણાયા હતા, જ્યારે ૧૫ મતો અમાન્ય ગણાયા હતા. સી.પી. રાધાકૃષ્ણને ફર્સ્ટ પ્રેફરન્સના ૪૫૨ મતો મળ્યા, જ્યારે ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને ફર્સ્ટ પ્રેફરન્સના ૩૦૦ મતો મળ્યા.
ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણન એક ભારતીય નેતા છે, તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા અને કોઈમ્બતૂરથી બે વાર લોકસભા માટે પસંદ કરવામાં આવ્યાં હતા.
તેઓ તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.તમિલનાડુના તિરુપ્પુરમાં ૨૦ ઓક્ટોબર ૧૯૫૭માં જન્મેલા ચન્દ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન ભાજપના વરિષ્ઠ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલની જવાબદારી સંભાળી રહ્યાં છે. રાધાકૃષ્ણને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત RSS અને જનસંઘથી કરી હતી. તેઓને ૧૯૯૮ અને ૧૯૯૯માં કોયમ્બતૂરથી લોકસભા સાંસદ પસંદ કરવામાં આવ્યાં હતા. તેઓ ૨૦૦૩થી ૨૦૦૬ સુધી તમિલનાડુ ભાજપ અધ્યક્ષ રહ્યાં.
સીપી રાધાકૃષ્ણન ફેબ્રુઆરી ૨૦૨૩થી જુલાઈ ૨૦૨૪ સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યાં હતા. આ ઉપરાંત માર્ચથી જુલાઈ ૨૦૨૪ સુધી તેલંગાણાનો વધારાનો ચાર્જ અને માર્ચથી ઓગસ્ટ ૨૦૨૪ સુધી પોંડીચેરી ઉપરાજ્યપાલનો વધારાનો ચાર્જ પણ સંભાળ્યો. ૩૧ જુલાઈ ૨૦૨૪થી તે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદે છે.
ભાજપના તમિલનાડુ અધ્યક્ષ રહેતા તેમણે ૨૦૦૪-૨૦૦૭ દરમિયાન ૯૩ દિવસ સુધી રથયાત્રા કાઢી, જેનો ઉદ્દેશ્ય નદીઓને એકબીજા સાથે જાેડવી, આતંકવાદ સામે જાગરૂકતા અને અસ્પૃશ્યતા નાબૂદી હતો. સંસદમાં તેઓ વસ્ત્ર ઉદ્યોગમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યાં છે. સાથે જ તેઓએ ઘણી નાણાકીય અને સાર્વજનિક સમિતિઓમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. તેમણે વીઓ ચિદંમ્બરમ કોલેજ, કોયમ્બતૂરમાંથી મ્મ્છની ડિગ્રી મેળવી છે.
