
NDA સાંસદો સાથેની બેઠકમાં ‘સ્વદેશી મેળા’ યોજવા પર ભાર.ભારતના ઉદયને તાકાત આપવા માટે આર્ત્મનિભરતા જરૂરી: પીએમ મોદી.મોદીએ તાજેતરમાં પસાર થયેલા ઓનલાઇન ગેમો અંગેના કાયદાની હકારાત્મક અસર અંગે લોકોને જાણ કરવાની હિમાયત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરઆંગણે બનતી પેદાશોને પ્રોત્સાહન આપવા માટે ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવા એનડીએ સાંસદે સત્તારૂઢ એનડીએના સાંસદોને આહ્વાન કર્યું છે. એટલું જ નહિ આ ચળવણને લોકો સુધી પહોંચાડવાનો નિર્ધાર પણ તેમણે વ્યક્ત કર્યાે હતો. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતના ઉદય માટે આર્ત્મનિભરતા જ એક માર્ગ છે. એના થકી જ પડકારોનો સામનો કરી શકાશે. ઉપપ્રમુખની ચૂંટણીના એક દિવસ અગાઉ સાંસદોને સંબોધતાં મોદીએ ભારતમાં બનાવેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અને GST દરમાં ઘટાડાની વ્યાપક અસર લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જે માટે સાંસદો તેમના મતવિસ્તારમાં લોકો અને વેપારીઓ સાથે બેઠકો યોજે અને તેમને તેમની સમજ આપે. હવે નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તેની તાતી જરૂર હોવાનું મોદીએ કહ્યું હતું.કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ પછીથી કહ્યું હતું કે મોદીએ કોઇ દેશનો ઉલ્લેખ કર્યાે નહતો. તેમણે માત્ર આર્ત્મનિભરતાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. ભારત જ્યારે એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઊભરી રહ્યો છે ત્યારે કેટલાક પડકારો આવશે જ. એક વિકસિત રાષ્ટ્ર બનવા આર્ત્મનિભરતાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ૫૦ ટકા ટેરિફ લાદવાના ર્નિણય બાદથી વડાપ્રધાન ‘સ્વદેશી’ પર ભાર મુકી રહ્યા છે. મોદીએ તાજેતરમાં પસાર થયેલા ઓનલાઇન ગેમો અંગેના કાયદાની હકારાત્મક અસર અંગે લોકોને જાણ કરવાની હિમાયત કરી હતી.
