
કેન્દ્ર સરકારનો મહત્વનો ર્નિણય.કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર હવે રાજ્યોને ૧૦% વધારાનો LPG ક્વોટા મળશે.ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણને પગલે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈંધણની અભૂતપૂર્વ ખેંચતાણ સર્જાઈ. દેશમાં ઉર્જા પુરવઠા અને રાંધણ ગેસ વિતરણને લઈને કેન્દ્ર સરકારે એક મહત્વનો ર્નિણય લીધો છે. આ અંતર્ગત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ઘરેલું એલપીજી (રાંધણ ગેસ) અને પીએનજી (પાઈપ્ડ નેચરલ ગેસ) નો પુરવઠો કોઈપણ કાપ વિના સતત ચાલુ છે. જાેકે ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને કેટલાક મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર હવે તમામ રાજ્યોને ૧૦ ટકા વધારાનો એલપીજી ક્વોટા આપવામાં આવશે. આ પગલું ખાસ કરીને નાના વેપારીઓ અને રેસ્ટોરન્ટ માલિકો માટે ફાયદાકારક સાબિત થશે, જેમને તહેવારો કે માંગ વધવા પર અછતનો સામનો કરવો પડતો હતો. હાલમાં તમામ રાજ્યોમાં કોમર્શિયલ એલપીજીનો પુરવઠો અવિરતપણે પૂરો પાડવામાં આવી રહ્યો છે.વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને કાળાબજારી રોકવા માટે સરકાર કડક પગલાં ભરી રહી છે. સોમવારે દેશભરના ૨૩૦૦ એલપીજી રિટેલ આઉટલેટ્સ પર આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.કેન્દ્ર સરકાર માટે રાહતની વાત એ છે કે, ઘરેલું એલપીજી ઉત્પાદનમાં ૪૦ ટકા નો વધારો નોંધાયો છે.
આમ છતાં, અધિકારીઓનું કહેવું છે કે એલપીજીની વૈશ્વિક અને ઘરેલું સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે નાગરિકોને એક વિશેષ અપીલ કરી છે કે જે વિસ્તારોમાં પીએનજીની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં ગ્રાહકો એલપીજી સિલિન્ડરનો મોહ છોડીને પીએનજી પર શિફ્ટ થાય. આનાથી માત્ર વિતરણનું દબાણ જ ઘટશે નહીં, પરંતુ તે વધુ સુરક્ષિત અને સરળ પણ છે.કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે જણાવ્યું કે, આજે કુલ એલપીજી બુકિંગના ૯૩ ટકા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થયા છે. સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ એલપીજી એજન્સી પર રૂબરૂ જવાનું ટાળે. કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરો અને માત્ર સત્તાવાર પોર્ટલ અથવા એપ દ્વારા જ બુકિંગ કરો.ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણને પગલે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈંધણની અભૂતપૂર્વ ખેંચતાણ સજાર્ી છે. કટોકટીના આ સમયમાં ચીન જઈ રહેલું રશિયન ક્રૂડ ઓઈલ ભરેલું એક જહાજ એકાએક પોતાનો માર્ગ બદલી ભારત આવી રહ્યું છે. જહાજાેનું ટ્રેકિંગ કરતાં ડેટાના વિશ્લેષણ અનુસાર, રશિયાનું ઉરાલ્સ ક્રૂડ ભરેલું આળામેક્સ ટેન્કર એક્વા ટાઈટન નામનું આ જહાજ ૨૧ માર્ચના રોજ ન્યૂ મેંગલોર પોર્ટ પર લાંગરશે. આ જહાજમાં જાન્યુઆરીમાં બાલ્ટિક સી પોર્ટ પરથી ઓઈલ ભરવામાં આવ્યું હતું અને તે ચીનના રિઝાહો બંદરે જવાનું હતું. જાેકે માર્ચ મહિનાના મધ્યમાંથી જ તેણે દિશા બદલી અને ભારત તરફ પ્રયાણ શરૂ કર્યું હતું. જાેકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધિર જયસ્વાલે આ બાબતની પુષ્ટી કરી નથી




