
૮ વર્ષ બાદ ED નો દાવો.મેહુલ ચોક્સીનો દીકરો પણ મની લોન્ડ્રિગમાં સામેલ.છેલ્લા ૮ વર્ષમાં રોહન ચોક્સીનું નામ કોઈ FIR માં આવ્યું નથી.ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ ચાલી રહેલી તપાસના ૮ વર્ષ બાદ ED એ પહેલી વખત સત્તાવાર દાવો કર્યો છે કે મેહુલ ચોક્સીનો દીકરો રોહન પણ મની લોન્ડરિંગ નેટવર્કમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો હતો. આ દાવો ઈડ્ઢએ દિલ્હી સ્થિત અપીલેટ ટ્રિબ્યુનલ સમક્ષ પોતાની લેખિત દલીલોમાં કર્યો છે. આ કેસમાં ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા ૮ વર્ષમાં રોહન ચોક્સીનું નામ કોઈ FIR માં આવ્યું નથી અને ન તો CBI કે ED દ્વારા નોંધાયેલા કોઈ PMLA કેસમાં તેને આરોપી બનાવવામાં આવ્યા છે. તેમ છતાં, EDનું આ તાજું નિવેદન કેસમાં નવો વળાંક લાવે છે.
EDએ ટ્રિબ્યુનલમાં કહ્યું કે, મેહુલ ચોક્સી ઘણી એવી કંપનીઓનો ડાયરેક્ટર પણ રહ્યો છે, જે માત્ર કાગળ પર જ અસ્તિત્વમાં હતી. આ કંપનીઓ દ્વારા ફેક લેવડ-દેવડ બતાવવામાં આવતી હતી, પરંતુ અસલમાં તેમાં કોઈ ખરીદી-વેચાણ થતું ન હતું. એજન્સીનો દાવો છે કે, આ શેલ કંપનીઓનો ઉપયોગ બ્લેક મનીને સફેદ બતાવવા માટે કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે, રોહન ચોક્સી લસ્ટર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ૯૯.૯૯% શેરહોલ્ડર છે, જ્યારે આ કંપનીમાં મેહુલ ચોક્સી ડાયરેક્ટર છે.
EDના મતે આ જ કંપની દ્વારા વિદેશમાં નાણાંની હેરાફેરી કરવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું કે US$ ૧,૨૭,૫૦૦ (લગભગ રૂ.૮૧.૬ લાખ) રકમ Asian Diamond & Jewellery FZE તરફથી સિંગાપોરની Merlin Luxury Group Pvt Ltd. ને મોકલવામાં આવી હતી.
ED નો દાવો છે કે, આ રકમ સીધી રીતે પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ હતી. Merlin Luxury Group પણ મેહુલ ચોક્સીના નિયંત્રણ હેઠળ હતી અને તેને લસ્ટર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી હતી. ED ના મતે, આ સંરચનામાં રોહનની મુખ્ય હિસ્સેદારી હોવાથી તે સંપત્તિની જપ્તીથી બચી શકે નહીં.
ED એ કહ્યું કે રેકોર્ડ પરના ડોક્યુમેન્ટ, ટ્રાન્ઝેક્શન અને તપાસના પુરાવાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે રોહન ચોક્સી પણ તેના પિતા મેહુલ ચોક્સી સાથે મળીને મની લોન્ડરિંગમાં સક્રિયપણે સામેલ હતો. આ આધારે ED એ રોહન ચોક્સી સાથે જાેડાયેલી સંપત્તિઓની જપ્તી (એટેચમેન્ટ)ને યોગ્ય ગણાવી છે.
રોહન ચોક્સી વિરુદ્ધ કોઈ FIR નોંધાઈ નથી અને ન તો કોઈ ચાર્જશીટમાં તેનું નામ છે. કોઈ PMLA કેસમાં તે આરોપી પણ નથી. આવી સ્થિતિમાં ED ના આ નવા દાવાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે કે શું એજન્સી હવે તપાસનો દાયરો ચોક્સી પરિવારના અન્ય સભ્યો સુધી વિસ્તારવાની તૈયારીમાં છે? હવે આવનારા દિવસોમાં એ જાેવું મહત્વનું રહેશે કે ED આ દિશામાં આગળ વધે છે કે નહીં.




