
૨૨ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા કહ્યું.એપ્રિલમાં અંતિમ SIR : રાજ્યોને તૈયારી કરવા ચૂંટણી પંચનો ર્નિદેશ.ચૂંટણી પંચે આ વર્ષે ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિશેષ મતદાર યાદી સુધારણા તથા આસામમાં ‘ખાસ સુધારણા’ હાથ ધરી.દિલ્હી સહિતના ૨૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એપ્રિલથી વિશેષ મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી શરૂ થવાની શક્યતાને પગલે ચૂંટણી પંચે ગુરુવારે આ રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેને લગતી તૈયારીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું છે.
એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમાં આવરી લેવામાં આવશે.આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દિવ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને લખેલા પત્રમાં પંચે જણાવ્યું હતું કે મતદાર યાદીના રાષ્ટ્રવ્યાપી એસઆઈઆરનો આદેશ ગયા વર્ષે જૂનમાં આપવામાં આવ્યો હતો.વિપક્ષ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવેલા વોટ ચોરીના આરોપો વચ્ચે, ચૂંટણી પંચે આ વર્ષે ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિશેષ મતદાર યાદી સુધારણા તથા આસામમાં ‘ખાસ સુધારણા’ હાથ ધરી હતી.




