
સરકારનું કડક વલણ.બ્લિંકિટમાં હવે ૧૦ મિનિટની ડિલીવરી નહીં કરવામાં આવે, સરકારે લગાવી રોક.બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વીગી અને ઝોમેટોથી ચર્ચા કરવામાં આવી. ડિલીવરી બોયની સુરક્ષિતને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે.૧૦ મિનિટની ડિલીવરી પર સરકાર દ્વારા રોક લગાવવામાં આવી છે. એટલે કે ૧૦ મિનિટમાં ડિલીવરીનો દાવો હવે હટાવવામાં આવશે. બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વીગી અને ઝોમેટોથી ચર્ચા કરવામાં આવી. ડિલીવરી બોયની સુરક્ષિતને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ૧૦ મિનિટમાં ડિલીવરી વાળા ક્વિક કોમર્સ મોડલને લઇને હવે સરકાર કડક થઇ ગઇ છે. ડિલીવરી બોયની સિક્યોરિટી સુનિશ્ચિત કરવા માટે હવે સરકારે હસ્તક્ષેપ કર્યો છે. સરકારના હસ્તક્ષેપ બાદ બ્લિંકિટે હવે દરેક બ્રાન્ડથી ૧૦ મિનિટ ડિલીવરીનું ફિચર હટાવવાનું એલાન કર્યુ છે.
શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આ મુદ્દા પર ક્વિક કોમર્સ સેક્ટરમાં સક્રિય કંપનીઓ સાથે વાતચીત કરી હતી.જેની અસર હવે જાેવા મળી છે. બ્લિંકિટ હવે દરેક બ્રાન્ડ પરથી ૧૦ મિનિટમાં ડિલીવરીની વાત હટાવવા જઇ રહ્યુ છે.મળતી માહિતી પ્રમાણે બ્લિંકિટ બાદ દરેક કંપનીઓ તરફથી પણ જલ્દી જ આ રીતે એલાન કરવામાં આવી શકે છે.
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને તમામ કંપનીઓએ ખાતરી આપી છે કે તેઓ પોતાના બ્રાન્ડની જાહેરાતો અને સોશિયલ મીડિયા પરથી ૧૦ મિનિટમાં ડિલિવરી કરવાની સમયમર્યાદા હટાવશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. મનસુખ માંડવિયાએ આ કંપનીઓના અધિકારીઓને ડિલિવરી માટેની સમયમર્યાદા દૂર કરવા અંગે જણાવ્યું હતું. કેન્દ્રિય મંત્રી સાથેની ચર્ચા દરમિયાન તમામ કંપનીઓએ પોતાની જાહેરાતોમાંથી ટાઈમ લિમિટ હટાવવા પર સંમતિ વ્યક્ત કરી હતી.




