
ગુજરાત પોલીસે જાહેર કર્યો સ્પેશિયલ WhatsApp નંબર.ગુજરાત પોલીસની ANTF દ્વારા ડ્રગ્સની બાતમી આપવા માટે WhatsApp નંબર ૯૯૦૪૦ ૦૧૯૦૮ જાહેર કરાયો છે.ગુજરાતને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાનને વેગ આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વની પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, ગુજરાત પોલીસની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા હવે નાગરિકો સીધી માહિતી આપી શકે તે માટે સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.
૨૦૨૬ અંતર્ગત હવે કોઈ પણ જાગૃત નાગરિક ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિની જાણકારી સીધી પોલીસને આપી શકશે.
આ માટે ANTF ગુજરાતે વોટ્સએપ નંબર ૯૯૦૪૦-૦૧૯૦૮ જાહેર કર્યો છે. આ ઉપરાંત, નાગરિકો નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર ૧૯૦૮ પર કોલ કરીને પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને ખાતરી આપવામાં આવી છે કે ડ્રગ્સ સંબંધિત કોઈ પણ માહિતી આપનાર વ્યક્તિનું નામ, મોબાઈલ નંબર કે અન્ય વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. ડ્રગ્સ માફિયાઓ સામેની આ લડાઈમાં સામાન્ય જનતાનો સહકાર મેળવવા માટે પોલીસ દ્વારા આ મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
ANTF ગુજરાત પોલીસ માત્ર ધરપકડ જ નહીં, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા અને નશાની લત છોડાવવા માટે પણ સતત કાર્યરત છે. આ ઝુંબેશમાં જાેડાવા માટે સોશિયલ મીડિયાના ફેસબુક, ટ્વિટર (@antfguja®a) અને ઈન્સ્ટાગ્રામ (@antf_guja®a) પર ફોલો કરવા પણ વિનંતી કરવામાં આવી છે.




