Uttar Pradesh : ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં સત્સંગમાં ભાગ લેવા આવેલા 23 લોકો નાસભાગમાં મૃત્યુ પામ્યા હતા. ઇટાના ચીફ મેડિકલ ઓફિસરે આ વાતની પુષ્ટિ કરી હતી. ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી જવાને કારણે આ અકસ્માત થયો હતો. મૃતકોમાં કુલ 19 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ઇટાના સીએમઓ ડૉ. ઉમેશ કુમાર ત્રિપાઠીએ 23 મૃતદેહોની પુષ્ટિ કરી છે. જેમાં 1 પુરુષ, 19 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ હાથરસ જિલ્લાના સિકંદરરૌ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલરાઈ ગામમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ દરમિયાન અનેક ભક્તોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહ એટાહ મેડિકલ કોલેજ પહોંચ્યા.
રાકેશ પ્રતાપ સિંહે જણાવ્યું કે, ભોલે બાબાના સત્સંગ દરમિયાન હાથરસ જિલ્લાના સિકંદરરૌ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલરાઈ ગાબમાં અકસ્માત થયો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.