
૧૦ સપ્ટેમ્બરે આગામી સુનાવણી.સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી.સોનિયા પર ભારતીય નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે નકલી દસ્તાવેજાેનો ઉપયોગ કરવાનો આરોપ.દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોનિયા પર ભારતીય નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે નકલી દસ્તાવેજાેનો ઉપયોગ કરવાનો આરોપ છે. કોંગ્રેસના નેતા વિરુદ્ધ આ ફરિયાદ વકીલ વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાની ફરિયાદમાં માગ કરી છે કે ભારતીય નાગરિકતા મેળવતા પહેલા સોનિયા મતદાન કરવા માટે કેવી રીતે લાયક બની તેની તપાસ કરવામાં આવે.
સમાચાર એજન્સી અનુસાર, આ મામલો ગુરુવારે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયા સમક્ષ આવ્યો હતો. મેજિસ્ટ્રેટે ફરિયાદીની દલીલો વિગતવાર સાંભળી હતી. કોર્ટે ફરિયાદીની દલીલોને સંતોષકારક ગણાવી અને કેસની આગામી સુનાવણી ૧૦ સપ્ટેમ્બરના રોજ નક્કી કરી.
ફરિયાદી વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીનું નામ ૧૯૮૦માં નવી દિલ્હી મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ એપ્રિલ ૧૯૮૩માં ભારતીય નાગરિક બન્યા હતા. વકીલે વધુમાં જણાવ્યું હતું કે, ૧૯૮૦માં મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવાનો અર્થ એ છે કે કેટલાક ખોટા દસ્તાવેજાે રજૂ કરવામાં આવ્યા હતા અને તે એક દખલપાત્ર ગુનો છે. તેથી, તેમણે કોર્ટને હ્લૈંઇ નોંધવાનો આદેશ આપવા વિનંતી કરી હતી. થોડા સમય પહેલા, ભાજપના નેતા અમિત માલવિયાએ પણ દાવો કર્યો હતો કે મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ ઉમેરવા માટે કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. માલવિયાએ દાવો કર્યો હતો કે સોનિયા ગાંધીનું નામ ૧૯૮૦માં જ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું જ્યારે તેઓ ૧૯૮૩માં ભારતના નાગરિક બન્યા હતા.
