
સામાન્ય લોકોને મેમો આપતી પોલીસ સફાળી જાગી.બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે ડ્રાઇવ શરૂ.એક જ દિવસમાં નંબર પ્લેટ વિનાના ૧૯૦ વાહનો જપ્ત કર્યા છે અને અનેક વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરી દંડ કરાયો છે.
રાજ્યમાં પોલીસ વિભાગ સહિતની કચેરીઓમાં બ્લેક ફિલ્મ વિના અને પુરપાટ ઝડપે વાહનો પસાર થતા હોવા છતાં ગુજરાત સરકાર, તેના ગૃહ વિભાગ અને પોલીસ ભવનથી લઈને અમદાવાદ સહિતના શહેરોમાં CCTV કેમેરાનું નેટવર્ક અચાનક આંધળુ થઈ જાય છે.લાંબા સમયથી જીય્ હાઈવેથી લઈને ગુજરાતના રાજમાર્ગો પર આવા સેંકડો વાહનો દોડી રહ્યા હોવા છતાં સામાન્ય નાગરિકોને સિગ્નલ ભંગ, હાઈ સ્પિડને નામે ‘ઈ-મેમો’ મોકલતી પોલીસ પોતાની આસપાસ જ આવા ટ્રાફિક ભંગના કેસ કેમ જાેઈ શક્તિ નથી. તેવા સવાલો ઉભા થયા છે.
સ્ટેટ ટ્રાફિક બ્યૂરો ના પોલીસ મહાનિરીક્ષક મનોજ નિનામાએ બ્લેક ફિલ્મ વાળી અને નંબર પ્લેટ વિનાની કાર સામે કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જે આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં ૩ થી ૧૭ સપ્ટેમ્બર સુધી ટ્રાફિક પોલીસ બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાના વાહનો સામે ડ્રાઇવ યોજશે.અમદાવાદના અનેક વિસ્તારોમાં પોલીસની કાર્યવાહી કરવામાં આવી છે. એક જ દિવસમાં નંબર પ્લેટ વિનાના ૧૯૦ વાહનો જપ્ત કર્યા છે અને અનેક વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરી દંડ કરાયો છે.
આજે ગાંધીનગરમાં પણ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. બ્લેક ફિલ્મ વાળી કારના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. રાજયભરમાં એક સપ્તાહ સુધી આ ડ્રાઈવ ચલાવવા આદેશ કરવામાં આવ્યો છે. નંબર વગર કાળા કાચવાળી મોટાભાગની મોટરકારો ઉપર પોલીસ ફ્લેગ હોય છે.સાથે જ ચોક્કસ દેવી- દેવતાના નામો, સામાજિક ઓળખને પ્રસ્તુત કરતા શબ્દો અને ચિહ્નો પણ હોય છે. આવા વાહનોની સ્પીડ સામાન્ય નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ વગરની કાર ચલાવતા વાહન ચાલકોને બ્લડ પ્રેશર વધારે તેવી હોય છે.જે અકરમાત સર્જી નિકળી જાય તો પણ પોલીસ પકડમાં આવતા નથી.




