India News : ઈરાની દળોએ શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે માલવાહક જહાજને જપ્ત કર્યું હતું. બોર્ડમાં 15 ભારતીયો પણ હતા, જેમને મુક્ત કરવા માટે ભારત સરકાર ઈરાન સાથે સંપર્કમાં છે. આ જહાજ ઇઝરાયેલના અબજોપતિ ઉદ્યોગપતિની આંશિક માલિકીની કંપની સાથે જોડાયેલું હતું. આ ઘટનાક્રમ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવની પૃષ્ઠભૂમિમાં થયો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ભારત તેના નાગરિકોની સુરક્ષા અને તેમની તાત્કાલિક મુક્તિ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે. આ માટે રાજદ્વારી માધ્યમો દ્વારા તેહરાન અને નવી દિલ્હીમાં ઈરાની અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
અમે જાણીએ છીએ કે કાર્ગો જહાજ MSC Aries ઈરાન દ્વારા કબજે કરવામાં આવ્યું છે
12 દિવસ પહેલા સીરિયામાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાના જવાબમાં ઈરાન ઈઝરાયલી પ્રદેશ પર હુમલો કરે તેવી વધી રહેલી આશંકાઓ વચ્ચે આ ઘટના બની છે. ભારત સરકારના એક સૂત્રએ કહ્યું, ‘અમે જાણીએ છીએ કે કાર્ગો જહાજ MSC Aries ઈરાન દ્વારા કબજે કરવામાં આવ્યું છે. અમને જાણવા મળ્યું છે કે જહાજમાં 17 ભારતીય નાગરિકો સવાર હતા. અમે ભારતીય નાગરિકોની સલામતી, સુખાકારી અને ઝડપી મુક્તિ સુનિશ્ચિત કરવામાં રોકાયેલા છીએ. આ માટે અમે તેહરાન અને દિલ્હી બંનેમાં રાજદ્વારી માધ્યમો દ્વારા ઈરાની અધિકારીઓના સંપર્કમાં છીએ.
25 સભ્યોની સલામતી અને વાપસી માટે પ્રયાસો ચાલુ છે.
MSC (મેડિટેરેનિયન શિપિંગ કંપની) એ જણાવ્યું હતું કે તે 25 ક્રૂ સભ્યોની સલામતી અને જહાજના પરત ફરવાની ખાતરી કરવા સંબંધિત અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. યુએસ પ્રેસિડેન્શિયલ પેલેસ વ્હાઇટ હાઉસની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું હતું કે જહાજના ક્રૂમાં ભારતીય, ફિલિપાઇન્સ, પાકિસ્તાની, રશિયન અને એસ્ટોનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. પોર્ટુગીઝ-ધ્વજવાળું જહાજ ઝોડિયાક મેરીટાઇમ શિપિંગ કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે, જે આંશિક રીતે ઇઝરાયેલના ઉદ્યોગપતિ ઇયલ ઑફરની માલિકીની છે, ઈરાની સમાચાર એજન્સી IRNAએ અહેવાલ આપ્યો છે.
MCS Aries નામનું જહાજ જપ્ત
ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ના વિશેષ નૌકા દળોએ શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક MCS Aries નામનું જહાજ કબજે કર્યું હતું, IRNAએ અહેવાલ આપ્યો હતો. તેઓ તેને ઈરાની જળસીમા તરફ લઈ જઈ રહ્યા છે. વધતા તણાવ વચ્ચે, ઇઝરાયલના સૈન્ય પ્રવક્તા ડેનિયલ હેગેરીએ કહ્યું, ‘ઇરાનને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવવા માટેના પરિણામોનો સામનો કરવો પડશે. 1 એપ્રિલે દમાસ્કસમાં ઇરાની વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે.’ ઈરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે હુમલામાં 2 જનરલ સહિત રિવોલ્યુશનરી ગાર્ડના 7 જવાનો માર્યા ગયા હતા.