
સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનો બીજાે ર્નિણય.ચિનાબ નદી પર વધુ ૨૬૦ મેગાવોટના પ્રોજેક્ટને મંજૂરી.ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો પાઠ ભણાવ્યો છે અને એક મોટા પ્રોજેક્ટને મંજૂરી આપતા પાકિસ્તાનના ટેન્શનમાં વધારો.જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલ-૨૦૨૫ના રોજ આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ ભારત આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પીઓકે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા હતા, એટલું જ નહીં ભારતે સિંધુ જળ સમજૂતી પણ રદ કરી દીધી હતી, જેના કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પાસે જઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની સાથે પાણી માટે ભીખ માગી રહ્યું છે. એટલું જ નહીં, બિલાવ ભુટ્ટો સહિતના પાકિસ્તાની નેતાઓ ભારત પર પરમાણુ હુમલો કરવાની પણ ધમકી આપતા રહ્યા છે. હવે ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો પાઠ ભણાવ્યો છે અને એક મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેના કારણે પાકિસ્તાનના ટેન્શનમાં વધુ વધારો થયો છે.
ભારતના પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા સ્થિત ચિનાબ નદી પર ૨૬૦ મેગાવોટની ‘દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ’ના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. હવે આ ૩૨૦૦ કરોડ રૂપિયાના ‘રન ઑફ ધ રિવલ’ પ્રોજેક્ટ માટે ટેન્ડર જારી કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને દુલહસ્તી પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપવાનો ર્નિણય પાકિસ્તાન માટે અનેક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
‘રન ઑફ ધ રિવલ’ જળવિદ્યુત પ્રોજેક્ટના ધ્યેય સાથે સંકળાયેલો બીજા તબક્કાનો પ્રોજેક્ટ એક એવો પ્રોજેક્ટ છે, જેમાં નદીઓના જળ પ્રવાહમાં કોઈપણ અડચણ ઊભી કર્યા વગર વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. પ્રોજેક્ટની ખાસિયત એ છે કે, નદીમાં કોઈપણ અચડણ કર્યા વગર કુદરતી પ્રવાહનો ઉપયોગ કરી શકાય છે.
દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ પર વર્તમાનમાં ૩૯૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા પર કામ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૦૭માં દ્ગૐઁઝ્રએ આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો, જે હાલમાં પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. હવે પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી મળ્યા બાદ વધુ ૨૬૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે.
જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધી લાગુ હતી, ત્યાં સુધી પાકિસ્તાનનો સિંધુ, જેલમ અને ચિનાબ નદી પર અધિકાર હતો, જ્યારે રાવી, બ્યાસ અને સતલુજ નદી પર ભારતનો અધિકાર હતો. હવે સંધિ રદ કરી દેવાઈ છે, તેથી ભારત સરકારે સિંધુ બેસિન પર અનેક જળવિદ્યુત પ્રોજેક્ટની કામગીરી આગળ વધારી રહી છે. આ પ્રોજેક્ટો સાવલકોટ, રાતલે, બરસર, પાકલ દુલ, ક્કાર, કિરુ અને કીતઈના પ્રથમ તેમજ બીજા તબક્કા સામેલ છે.




