મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક દુ:ખદ અકસ્માત થયો છે. રવિવારે સવારે અહીં એક મકાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે. બીએમસીના જણાવ્યા અનુસાર સવારે પાંચ વાગ્યે એક દુકાનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ઘટના ચેમ્બુર વિસ્તારની સિદ્ધાર્થ કોલોનીમાં સવારે 5.20 વાગ્યે બની હતી.
અધિકારીઓએ જણાવ્યું કે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગ દુકાન તરીકે અને ઉપરના માળનો ઉપયોગ રહેઠાણ તરીકે થતો હતો. તેણે જણાવ્યું કે ભોંયરામાં બનેલી દુકાનમાં વીજળીના વાયર અને અન્ય સાધનોમાં આગ લાગી હતી. બાદમાં ઉપરના માળે પણ તેની લપેટમાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં પાંચ લોકો દાઝી ગયા છે. તેઓને રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.