Odisha:ઓડિશામાં નવી સરકાર 12 જૂને શપથ લેશે. આ પહેલા શપથ ગ્રહણ સમારોહ 10 જૂનના રોજ થવાનો હતો. કારણ કે, આ વખતે ઓડિશામાં ભાજપ બહુમતીમાં છે અને ત્યાં પણ ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ ઉપરાંત એક દિવસ પહેલા એટલે કે 9મી જૂને દિલ્હીમાં નવી કેન્દ્ર સરકારનો શપથ ગ્રહણ સમારોહ છે. પીએમ મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ કારણે ઓડિશાના શપથ ગ્રહણ સમારોહનો સમય બદલાયો હોવાની શક્યતા છે.
ન્યૂઝ એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર, ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ કુમાર જેનાએ કહ્યું કે નવી સરકાર ટૂંક સમયમાં શપથ લેશે. આગામી થોડા દિવસોમાં શપથ ગ્રહણ સમારોહ પૂર્ણ થશે. અમને આશા છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા મોટા મહેમાનો પણ ભુવનેશ્વર પહોંચશે. આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મુખ્ય સચિવે કહ્યું કે ઓડિશામાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં લગભગ 30 હજાર મહેમાનો આવવાની સંભાવના છે. આવા ભવ્ય કાર્યક્રમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઓડિશામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 78 બેઠકો જીતીને મોટો અપસેટ સર્જ્યો હતો, જ્યારે બીજેડી માત્ર 51 બેઠકો જીતી શકી હતી. નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ઓડિશાના મુખ્યમંત્રીની પસંદગીકરવામાં આવે તેવી શક્યતા છે. ઓડિશામાં ભાજપે લોકસભાની 21માંથી 20 બેઠકો જીતી છે. આ અંગે સામલે કહ્યું કે તેઓ ઓડિશા ભાજપના અધ્યક્ષ તરીકે શપથ ગ્રહણ સમારોહની ગોઠવણમાં દરેક સાથે સંકલન કરી રહ્યા છે.