National News: મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક અર્ધલશ્કરી દળ પર ટોળાએ હુમલો કર્યો હતો. આ અથડામણમાં એક દાણચોર માર્યો ગયો, જ્યારે બીએસએફના ત્રણ જવાનો સહિત ચાર અન્ય ઘાયલ થયા.
શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે આ ઘટના શુક્રવારે રાત્રે દલિયા ગામમાં બની હતી જ્યારે ભારત અને બાંગ્લાદેશની સરહદની બંને બાજુએ માલની દાણચોરી માટે એક જૂથ એકત્ર થયું હતું.
BSFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દાણચોરોએ BSF પર પથ્થરો, ધારદાર હથિયારો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જે બાદ જવાનોએ ગોળીબાર કર્યો, જેમાં એક વ્યક્તિનું મોત થયું.
આ અથડામણમાં બીએસએફના ત્રણ જવાન અને એક બાંગ્લાદેશી દાણચોર ઘાયલ થયા છે. BSFએ જણાવ્યું હતું કે મેઘાલયથી બાંગ્લાદેશમાં પશુઓ, ખાંડ, ડુંગળી, દારૂ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવામાં આવે છે.