
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં રોજ સવાર પડે અને પ્રજાનું ટેન્શન વધે છે કારણ કે ભાજપ સરકારના રાજમાં રોજ નવા નવા ગતકડા પેદા થતા દેશના નાગરિક હવે ગર્ભિત ભયથી જાણે કે પીડાઈ રહ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે સરકારી સૂત્રોએ ગુરુવારે PTI ને જણાવ્યું કે, પાસપોર્ટ ક્યારેય નાગરિકતા નો પુરાવો રહ્યો નથી. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ એક પ્રેસ બ્રિફિંગમાં આ જ વાત કહી હતી.
પાસપોર્ટ એક્ટ 1967 મુજબ, પાસપોર્ટ બિન- નાગરિકોને પણ આપી શકાય છે. સૂત્રોએ જણાવ્યું કે ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યુ ન હતું કે પાસપોર્ટ નાગરિકતા નો પુરાવો નથી. છેલ્લા બાર વર્ષમાં પણ એવું નક્કી કરવામાં આવ્યું ન હતું. પાસપોર્ટ ક્યારેય નાગરિકતા નો પુરાવો રહ્યો નથી.
જ્યારે અગાઉના હાઇકોર્ટના ચુકાદાઓમાં એવું કહેવામાં આવ્યું છે કે આધાર, પાનકાર્ડ અથવા તો મતદાર ઓળખ પત્ર પણ નાગરિકતા નો પુરાવો નથી. 2019 માં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર પરના પ્રશ્ન અને જવાબમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ લખ્યું હતું કે કોઈપણ વ્યક્તિની નાગરિકતા, નાગરિકતા ના નિયમો, 2009 ના આધારે નક્કી કરવામાં આવે છે. આ નિયમો નાગરિકતા અધિનિયમ 1955 પર આધારિત છે. આ નિયમ જાહેરમાં બધાની સામે છે. કોઈપણ વ્યક્તિ માટે ભારતના નાગરિક બનવાની આ પાંચ રીતો છે.(૧) જન્મ દ્વારા નાગરિકતા (૨) વંશ દ્વારા નાગરિકતા (૩) નોંધણી દ્વારા નાગરિકતા (૪) કુદરતી કરણ દ્વારા નાગરિકતા (૫) નિગમ દ્વારા નાગરિકતા. આ રીતે ભારતીય નાગરિક હોવા માટે ઉપર મુજબના અધિકૃત પુરાવાઓ હોય તો તમે ભારતીય નાગરિક કહેવાઓ.
આ બાબતે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે પણ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, તો પછી કયો દસ્તાવેજ નાગરિકતા નો પુરાવો છે?
છેલ્લે તૃણમૂલ સાંસદ મહુઆ મોઈત્રાએ X (અગાઉ ટિવટર)પણ લખ્યું કે એવું લાગે છે કે આજે ભારતીય નાગરિકતા નો એકમાત્ર પુરાવો હિન્દુ હોવું અને ભાજપના મતદાર હોવું એ બંને જરૂરી છે બીજું કંઈ કામ લાગશે નહીં.



