
પેટ્રોલિયમ મંત્રાલયની મોટી જાહેરાત.૨૯ રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરીથી શરૂ.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સ્પષ્ટ કર્યું કે, ભારત આ સમગ્ર સંકટ પર બાજ નજર રાખી રહ્યું છે.પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારી સુજાતા શર્માએ કહ્યું કે ચાર મંત્રાલયની જાેઈન્ટ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, સિલિન્ડર માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઓનલાઈન માધ્યમથી સિલિન્ડર બુક કરી શકાય છે. તમામ ૨૯ રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરીથી શરૂ કરી દીધી છે. ગેસને લઈને સ્થિતિ ચિંતાજનક જરૂર છે, પણ હાલમાં સિલિન્ડરની કોઈ કમી નથી. ચાર મંત્રાલયોની જાેઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સ્પષ્ટ કર્યું કે, ભારત આ સમગ્ર સંકટ પર બાજ નજર રાખી રહ્યું છે. ભારત હાલમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન સાથે સતત કૂટનીતિક ચેનલ દ્વારા સંપર્કમાં છે. આ સક્રિયતાનો મુખ્ય ઉદ્દેશ્ય ઊર્જા સુરક્ષાની ખાતરી કરવાનો છે.
પશ્ચિમ એશિયામાં અસ્થિરતાની સીધી અસર વૈશ્વિક ઓઈલ સપ્લાય અને કિંમતો પર પડે છે. જેનાથી ભારતના આર્થિક હિત જાેડાયેલા છે. સરકાર કૂટનીતિક માધ્યમોથી આ ખાતરી કરવાનો પ્રયાસ કરી રહી છે કે ક્ષેત્રમાં તણાવ છતાં ભારતની ઊર્જા જરૂરિયાતો અને સમુદ્રી વ્યાપાર માર્ગોમાં કોઈ અડચણ ન આવે.
ફારસની ખાડીમાં વધતા ભૂ-રાજનીતિક તણાવની વચ્ચે ભારતીય જહાજાેની સુરક્ષાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ખાડી વિસ્તારમાં રહેલા ભારતીય ઝંડાવાળા ૨૪ જહાજાેમાંથી બે મહત્વપૂર્ણ જહાજ શિવાલિક અને નંદા દેવીને સફળતાપૂર્વક સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરવામાં સફળતા મળી છે. આ જળમાર્ગ સામરિક અને વેપારની દૃષ્ટિથી દુનિયાના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંથી એક માનવામાં આવે છે. આ બંને જહાજ હવે ભારતીય તટ તરફ આગળ વધી રહ્યા છે અને તે ૧૬ અને ૧૭ માર્ચે કંડલા પોર્ટ પર પહોંચવાની સંભાવના છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય નૌસેના અને કોસ્ટ ગાર્ડ આ જહાજાેની સુરક્ષિત વાપસી પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છે.




