
(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરતના નાસીરનગરમાં કરાયેલા ભૂતિયા ડિમોલિશન બાબતે લાલ આંખ કરતા આખરે રાજ્ય સરકારે નમતું જોખીને સુરતના મ્યુ. કમિશ્નર એમ. નાગરાજનની બદલી કરવાની ફરજ પડી છે. સુરત મ.ન.પા. ના વિસ્તારમાં મ્યુ. કમિશ્નરની બદલીના સમાચાર મળતા જ અધિકારીઓના ટોળેટોળાં એકત્ર થયા હતા. અને સૌના મોઢે એક જ વાત હતી કે રાજકારણીઓનો ક્યારેય ભરોસો થઈ શકે નહીં.
મોટા રાજકારણીઓના ભરોસે અને તેઓના કહેવામાં આવી જઈ નાસીરનગરનું ડિમોલિશનની સૂચના મ્યુ. કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. પરંતુ એ અંગે કોઈ નોટિસ કે જાણ રહીશોને કરવામાં આવેલી નહીં. આમ આ ડિમોલિશનમાં શહેર પોલીસના અધિકારી SOG ના DCP નકુમે ભૂંડી ભૂમિકા ભજવી હતી. જેમનું પીઠબળ મળતા સુરત મનપાના અધિકારીઓ ભૂખ્યા વરુઓની માફક ડિમોલિશનમાં તૂટી પડયા હતા.
શરૂઆતમાં મનપા કમિશ્નર અને ઝોનલ અધિકારીઓએ આ ડિમોલિશનની કોઈ જવાબદારી સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો હતો. અને દસ કે બાર દિવસતો ભૂતિયા ડિમોલિશનના નામે શહેરના વર્તમાન પત્રો તેમજ જાગૃત પત્રકારોએ આ પ્રકરણને ખૂબ ચગાવતા અને કેટલાક અરજદારોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન કરતાં આખરે સત્ય છાપરે ચઢીને પોકારતા અને કોર્ટ દ્વારા ડિમોલિશનની કામગીરી અંગે મ્યુ. કમિશ્નર ના નામ સાથે ટકોર કરતાં આખરે આ ડિમોલિશન કરાવનાર મોટા રાજકારણી કે મંત્રી નું નામ ના ખુલે એ માટે મ્યુ. કમિશ્નર ની બદલી કરી સમગ્ર પ્રકરણ ઉપર ઠંડુ પાણી રેડવાના પ્રયાસ કરાયેલ છે.
પરંતુ શહેરની પ્રજા એ જાણવા ઉત્સુક છે કે મ્યુ. કમિશ્નર પાસે એક ખાનગી બિલ્ડરના ફ્લેટોની આગળ અડચણ રૂપ તેમજ ફ્લેટોની શોભાને અસર ના થાય એ માટે તાત્કાલિક ડિમોલિશન કરાવવાની ફરજ પડી. લોકો માં ચર્ચા તો એ પણ ચાલે છે કે આ ડિમોલિશન માટે જ મ્યુ. કમિશ્નર નાગરાજનને ખાસ સુરત ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ પ્રકરણ ને દાબી દેવા માટે મનપાના પાંચ ઝોનલ ઓફિસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં મામલો થાળે નહીં પડતા અને સુરત મનપાના જ એક અધિકારી સુજલ પ્રજાપતિને મ્યુ. કમિશ્નર દ્વારા ખોટી રીતે સસ્પેન્ડ કરાતા અને પ્રજાપતિએ કોર્ટનો આશરો લઈને મ્યુ. કમિશ્નરની સૂચનાથી ડિમોલિશન કર્યાનું કોર્ટ સમક્ષ જાહેર કરતા જ મ્યુ. કમિશ્નર નાગરાજનની બદલી કરી ને સંતોષ માનવામાં આવ્યો છે.
ત્યારે અહીં સવાલ એ છે કે જેમણે ડિમોલિશનની સૂચના આપી એ મ્યુ. કમિશ્નરને ડિસમિસ કરવાને બદલે બદલી કરવામાં આવી જ્યારે મ્યુ. કમિશ્નરની સૂચનાનો અમલ કરનારાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા આ કેવો ન્યાય?




