વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર નિવાસસ્થાને નવા મહેમાનના આગમનના ખુશખબર આપ્યા છે. આ ગાયનું વાછરડું છે. પીએમ મોદીએ તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.
પીએમ મોદીએ શનિવારે પોતાના એક્સ હેન્ડલ પર આ માહિતી આપી હતી. ‘દીપજ્યોતિ’ સાથે વીડિયો પણ શેર કર્યો છે. પીએમ મોદીએ લખ્યું-
આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે – ‘गाव: सर्वसुख प्रदा:’. લોક કલ્યાણ માર્ગ પરના વડાપ્રધાન ગૃહ પરિવારમાં નવા સભ્યનું શુભ આગમન થયું છે. વડાપ્રધાન આવાસમાં પ્રિય માતા ગાયે નવા વાછરડાને જન્મ આપ્યો છે, જેના કપાળ પર પ્રકાશનું નિશાન છે. તેથી, મેં તેનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે.
પીએમ મોદીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. આ પહેલીવાર નથી કે જ્યારે પીએમ મોદીનો આવો ફોટો-વિડિયો સામે આવ્યો હોય. આ પહેલા પીએમ આવાસમાં મોદીની મોર સાથેની તસવીરો સામે આવી હતી.
મકર સંક્રાંતિ પર પણ પીએમ મોદી તેમના નિવાસસ્થાને ગાયની સેવા કરતા જોવા મળ્યા હતા. વડા પ્રધાનના નિવાસસ્થાને ખૂબ જ ખાસ જાતિ (પુનહાનુર જાતિ)ની ગાય છે. આ વિશ્વની ગાયની સૌથી નાની જાતિ છે.