
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સના 9 મહિના પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફરવા પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ X પર એક પોસ્ટ પણ શેર કરી જેમાં Crew9 ને અભિનંદન આપવામાં આવ્યા હતા અને સુનિતા વિલિયમ્સને આઇકોન ગણાવી હતી.
સુનિતા વિલિયમ્સનું સ્વાગત કરતા, પીએમ મોદીએ X પર લખ્યું, વેલકમ ક્રૂ 9! ધરતીને તમારી યાદ આવી. આ તેમના ધૈર્ય, હિંમત અને અપાર માનવ ભાવનાની કસોટી રહી છે. સુનિતા વિલિયમ્સ અને ક્રૂ 9 અવકાશયાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે દ્રઢતાનો ખરેખર અર્થ શું થાય છે. વિશાળ અજાણ્યા સામે તેમનો મજબૂત સંકલ્પ લાખો લોકોને હંમેશા પ્રેરણા આપશે.
અમને તેમના સુરક્ષિત વાપસી માટે કામ કરનારા દરેક વ્યક્તિ પર ખૂબ ગર્વ છે. તેમણે બતાવ્યું કે જ્યારે ચોક્કસ લક્ષ્ય, જુસ્સો અને ટેકનોલોજી એકસાથે આવે છે ત્યારે શું થાય છે.
