
પ્રહલાદ જાેશીએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો વિનમ્રતા સાથે જવાબદારી સ્વીકારું છું : પ્રહલાદ જાેશી તેમણે કહ્યું કે તેઓ પૂરી નિષ્ઠાથી આ જવાબદારી નિભાવશે પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળની પ્રશંસા કરી નીટ-ેંય્ વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જાેશીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
નવી જવાબદારી મળ્યા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું કે, તેઓ પૂરી નિષ્ઠાથી આ જવાબદારી નિભાવશે અને વડાપ્રધાનની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરશે.
નવી જવાબદારી અંગે પ્રહલાદ જાેશીએ જણાવ્યું કે, હું આ જવાબદારીને કર્તવ્ય અને વિનમ્રતાના ભાવ સાથે સ્વીકારું છું. હું વડાપ્રધાનનો આભારી છું અને મને આપેલી જવાબદારી પર ખરા ઉતરવા માટે પૂરો પ્રયાસ કરીશ. તેમણે ઉમેર્યું કે, મોદી સરકારના છેલ્લા ૧૨ વર્ષના કાર્યકાળમાં દેશે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે.
પ્રહલાદ જાેશીએ પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યકાળની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા ૪-૫ વર્ષમાં તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવાની સાથે અનેક મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેમના નેતૃત્વમાં નવી શિક્ષણ વ્યવસ્થામાં દેશે પ્રગતિ કરી છે. તેમણે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ કામ કરવાની ખાતરી આપી હતી.
પ્રહલાદ જાેશી કર્ણાટકના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય છે. તેઓ ૨૦૦૪થી ધારવાડ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ૨૦૦૪માં પ્રથમ વખત કોંગ્રેસના મ્ જી પાટિલને હરાવીને તેઓ સંસદ પહોંચ્યા હતા. આ સિવાય તેઓ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન કર્ણાટક ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
પ્રહલાદ જાેશીની રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જાેડાયેલી રહી છે. ૧૯૯૨થી ૧૯૯૪ દરમિયાન હુબલીના ઈદગાહ મેદાનમાં ત્રિરંગો લહેરાવવા અંગે થયેલા આંદોલન બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. પોતાના રાજકીય કરિયરના શરૂઆતના તબક્કામાં તેમણે કાશ્મીર બચાઓ આંદોલનનું પણ નેતૃત્વ કર્યું હતું.




