
રાજનાથ સિંહે પાકિસ્તાનને અરિસો બતાવ્યો ભારત ડેટા સેન્ટર બનાવી રહ્યું છે તો પાકિસ્તાન રેડિકલ સેન્ટર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કારગિલ વિજય દિવસના કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતાસંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કારગિલ વિજય દિવસના કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે (૨૬ જુલાઈ) દ્રાસમાં આયોજિત ‘કારગિલ વિજય દિવસ’ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચે જાે ક્યારેય વાતચીત થશે, તો તે ફક્ત પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)ને લઈને થશે. PoK ભારતનો અભિન્ન હિસ્સો છે અને તેના પર પાકિસ્તાનનો કબજાે ગેરકાયદેસર છે.” આ દરમિયાન તેમણે પાકિસ્તાનની સેના અને આતંકવાદ વચ્ચે કથિત ગઠબંધન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની સેના આતંકવાદીઓનું સમર્થન કરે છે અને ત્યાં સેના અને આતંકીઓ વચ્ચે કોઈ અંતર રહ્યું નથી.
સંરક્ષણ મંત્રીએ ભારત અને પાકિસ્તાનની વિકાસ યાત્રાની તુલના કરતા કહ્યું કે, “બંને દેશોની પ્રાથમિકતાઓમાં જમીન-આસમાનનો અંતર છે. ભારત ડેટા સેન્ટર બનાવી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન કટ્ટરપંથના કેન્દ્રો તૈયાર કરી રહ્યું છે.
ભારત જહાજાેની ડિઝાઇન અને ટેકનિક પર કામ કરી રહ્યું છે, ત્યાં પાકિસ્તાન આતંકવાદની ડિઝાઇન તૈયાર કરવામાં લાગેલું છે. ભારત પોતાના યુવાનો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસિત કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આતંકનું ઇકોસિસ્ટમ ઊભું કરી રહ્યું છે.”
તેમણે પાકિસ્તાન પર વધુ આકરા પ્રહાર કરતા કહ્યું કે, “ભારત સેમિકન્ડક્ટર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આત્મઘાતી બોમ્બ બનાવવામાં વ્યસ્ત છે. ભારતની પ્રાથમિકતા ટેકનિક, ઇનોવેશન, ઉદ્યોગ અને વિકાસ છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદ અને કટ્ટરપંથના રસ્તે આગળ વધી રહ્યું છે.” રાજનાથ સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારત સતત પાકિસ્તાનની ધરાથી ચાલતી આતંકવાદી ગતિવિધિઓને લઈને કડક વલણ બતાવી રહ્યું છે. સંરક્ષણ મંત્રીએ PoK ને લઈને ભારતની સ્થિતિ પણ પુનરાવર્તિત કરતા સ્પષ્ટ કરી દીધું કે, પાકિસ્તાન સાથેની કોઈપણ વાતચીતમાં PoK નો મુદ્દો પ્રમુખ રહેશે.




