
RBI નો મોટો ર્નિણય ઓનલાઈન ફ્રોડમાં પૈસા ગુમાવ્યા તો મળશે રૂ. ૨૫૦૦૦ સુધીનું વળતર ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી લાગુ થનાર આ નિયમ હેઠળ, જાે બે કે થર્ડ પાર્ટીની ભૂલ હશે તો સંપૂર્ણ રિફંડ મળશે વિચારો કે એક દિવસ અચાનક તમારા ફોન પર મેસેજ આવે છે કે તમારા બે ખાતામાંથી ૨૦,૦૦૦ રૂપિયા કપાઈ ગયા છે, જ્યારે તમે આવું કોઈ પેમેન્ટ કર્યું જ નથી કે નથી કોઈ મંજૂરી (અપ્રૂવલ) આપી! અત્યાર સુધી આવા ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં બે પણ લાચાર દેખાતી હતી અને સામાન્ય લોકોના પૈસા પાછા મળવા ખૂબ મુશ્કેલ બની જતા હતા. પરંતુ હવે આવા ડિજિટલ સ્કેમનો ભોગ બનતા ગ્રાહકોની મદદ માટે દેશની કેન્દ્રીય બે એટલે કે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) આગળ આવી છે. ૨૪ જૂન ૨૦૨૬ના રોજ RBI દ્વારા એક નવો ઐતિહાસિક નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ જાે હવેથી તમારી સાથે કોઈ પણ ઓનલાઇન ફ્રોડ કે UPI છેતરપિંડી થશે, તો રિઝર્વ બેન્ક પોતે તમને થયેલા નુકસાનનું વળતર ચૂકવશે.
આ નવો નિયમ સ્મોલ ફાઇનાન્સ બે, પેમેન્ટ બે, પ્રાદેશિક ગ્રામીણ બે અને લોકલ એરિયા બેને બાદ કરતાં તમામ કમર્શિયલ બે પર લાગુ થશે. આ નિયમ ૧ જાન્યુઆરી, ૨૦૨૭ કે તેના પછી થનારા તમામ ઇલેક્ટ્રોનિક બેગિં ટ્રાન્ઝેક્શન માટે લાગુ થઈ જશે.
સરળ શબ્દોમાં કહીએ તો, આમાં આજના સમયના તમામ ડિજિટલ પેમેન્ટ મોડ જેવા કે,UPI ટ્રાન્સફર, નેટ બેગિં, મોબાઇલ બેગિં, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ (પછી ભલે તે કાર્ડ સ્વાઇપ/ટેપ કરીને કરાયું હોય કે ઓનલાઇન ડિટેલ્સ નાખીને) વગેરે તમામ પ્રકારના ડિજિટલ વ્યવહારોને આવરી લેવામાં આવ્યા છે.
જ્યારે પણ કોઈ છેતરપિંડી થાય, ત્યારે બે એવું કહીને બચી નહીં શકે કે ગ્રાહકની બેદરકારી હતી, બેે તે સાબિત કરવું પડશે. આ માટે આરબીઆઈએ ૩ શરતો રાખી છે:
બેની ભૂલ: જાે ફ્રોડ બેની સુરક્ષા ખામી, સિસ્ટમની ગરબડ કે બે દ્વારા એલર્ટ ન મોકલવાના કારણે થયું હશે, તો બે ગ્રાહકને પૂરેપૂરા પૈસા પાછા આપશે, ભલે ગ્રાહકે તેની જાણ કરી હોય કે ન હોય. થર્ડ પાર્ટીની ભૂલ: જાે ફ્રોડ કોઈ પેમેન્ટ એપ, પેમેન્ટ ગેટવે કે ટેલિકોમ પ્રોવાઈડર (થર્ડ પાર્ટી)ના કારણે થયું હશે, તો પણ ગ્રાહકને સંપૂર્ણ રિફંડ (શૂન્ય જવાબદારી) મળશે. પરંતુ આ માટે શરત એટલી જ છે કે ગ્રાહકે ફ્રોડ થયાના ૫ કેલેન્ડર દિવસની અંદર બેને જાણ કરવી પડશે. ૫ દિવસ પછી રિપોર્ટ કરવા પર બેની આંતરિક પોલિસી મુજબ ર્નિણય લેવાશે.
ગ્રાહકની પોતાની ભૂલ હશે તો પણ મળશે વળતર!: આ નોટિફિકેશનનો સૌથી નવો અને મહત્ત્વનો ભાગ એ છે કે, જાે ગ્રાહકની પોતાની બેદરકારીના કારણે ફ્રોડ થયું હશે (જેમ કે કોઈ ફિશિંગ લિંક પર ક્લિક કર્યું હોય કે ભૂલથી OTP શેર કરી દીધો હોય), તો પણ ગ્રાહકને વળતર મળી શકે છે! જાે નુકસાન ઓછું હોય અને ગ્રાહકે તરત જ પગલાં લીધા હોય, તો આ નિયમ હેઠળ રાહત મળશે.



