
(છગનલાલ મેવાડા ધ્વારા ) સુરત
દેશમાં દર વર્ષે વડાપ્રધાનના પ્રચાર પર ખર્ચવામાં આવતા જાહેર નાણાંના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. એક માહિતી અધિકારના જવાબમાં જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારે 2020 થી 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચાર માટે જાહેરાતોમાં લગભગ 2586 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
આ રકમનો કુલ ખર્ચ કરાયેલ રકમ કરોડો રૂપિયાની છે. રૂપિયા ૨૫,૮૬,૦૦,૦૦,૦૦૦/-છે. અને ભારતીય કર દાતાઓના નાણાં માંથી આ ખર્ચ થયો હતો. તૃણમુૂલ કોંગ્રેસ TMC ના સાંસદ સાકેત ગોખલે આ જણાવ્યું હતું અને તેમણે જ આ આરટીઆઇ દાખલ કરી હતી
ગોખલે એ 1 જુનને આરટીઆઇ માટે અરજી કરી હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ સોશિયલ મીડિયા,ટીવી, રેડિયો,પ્રિન્ટ અને મોદીના પ્રચાર માટે હોર્ડિંગ્સ સહિત તમામ પ્લેટફોર્મ પર જાહેરાતો પર ખર્ચવામાં આવેલી રકમનો ખુલાસો માંગવામાં આવ્યો હતો.
માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશનએ 16 જૂનના રોજ ડેટા જાહેર કર્યો હતો. જેમાં 2020 થી શરૂ થતા નાણાકીય વર્ષ મુજબ ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગોખલે જણાવ્યું હતું કે જોકે જે એજન્સીઓને રકમ મળી હતી તે ગુપ્ત રાખવામાં આવી હતી. આ મોટો આંકડો આઘાતજનક હોઈ શકે છે કારણ કે ફક્ત પ્રિન્ટ મીડિયામાં જ પાર્ટીએ 2025- 26 માં લગભગ રૂપિયા ૩૩૮ કરોડ ખર્ચ્યા હતા. જાહેર કરાયેલા ડેટા અનુસાર આ રકમ પાછલા વર્ષના રૂપિયા 8316 કરોડના ખર્ચ કરતા ચાર ગણી વધારે છે કુલ મળીને પ્રિન્ટ જાહેરાત નો ખર્ચ 2020 અને 2026 વચ્ચે રૂપિયા 796 કરોડ સુધી પહોંચી ગયો છે જોકે વાસ્તવિક આંકડો ઘણો વધારે છે.
ગોખલે એ દાવો કર્યો કે મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સરકારી જાહેરાત નો ઉપયોગ કરીને મીડિયાને નિયંત્રિત કરે છે. આમ મોદી અને બીજેપીને પ્રોત્સાહન આપવાનો ખર્ચ 2586 કરોડ રૂપિયા છે ત્યારે શું તમને આશ્ચર્ય થાય છે કે આપણા મીડિયા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે?



