
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને પાઠવી નોટિસ ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો મારવાના આરોપની તપાસ થશે પત્રકારો ભલે ગમે તે મુદ્દાનું કવરેજ કરતા હોય, તેમને પૂરતી સુરક્ષા મળવી જાેઈએ : અદાલતમાં દલીલ કરાઈ સુપ્રીમ કોર્ટ સંકુલમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા એક ગર્ભવતી મહિલા પત્રકારને ધક્કો મારવાના ગંભીર આરોપ મામલે સર્વાેચ્ચ અદાલતે તપાસની ખાતરી આપી છે. ભાજપના વરિષ્ઠ વકીલે સુનાવણી દરમિયાન આરોપ મૂક્યો હતો કે રાહુલ ગાંધીના ધક્કાના કારણે ઈજાગ્રસ્ત થયેલી સગર્ભા પત્રકારને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. આ મામલે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે અદાલત આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ ન્યૂઝ એજન્સી છદ્ગૈંના રિપોર્ટનો હવાલો આપી રજૂઆત કરી હતી કે ૧૨ ઓક્ટોબરે અદાલત પરિસરમાં ભારે ભીડ વચ્ચે રાહુલ ગાંધીએ એક વ્યક્તિને આગળ ધકેલ્યો હતો, જે સીધો સામે ઊભેલી ગર્ભવતી મહિલા પત્રકાર પર પડ્યો હતો. આ ઘટના બાદ મહિલા પત્રકારની તબિયત લથડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ભાજપે આક્ષેપ કર્યાે છે કે રાહુલ ગાંધીએ જાણીજાેઈને ગર્ભવતી પત્રકાર સાથે આ પ્રકારનું વર્તન કર્યું હતું.તાજા સમાચારઅદાલતમાં દલીલ કરતાં જણાવવામાં આવ્યું હતું કે પત્રકારો ભલે ગમે તે મુદ્દાનું કવરેજ કરતા હોય, તેમને પૂરતી સુરક્ષા મળવી જાેઈએ. સામે પક્ષે વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે કોર્ટરૂમમાં રાજકારણ લાવવામાં આવી રહ્યું હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. જાેકે, ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે અરજીમાં કરવામાં આવેલી તમામ ફરિયાદો અને આરોપોની અદાલત સંપૂર્ણ તપાસ કરશે.




