Supreme Court: સુપ્રીમ કોર્ટે મંગળવારે ભ્રષ્ટાચારના કેસમાં ઓડિશાના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ મુકિમની સજાને સ્થગિત કરી દીધી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે હાઈકોર્ટના નિર્ણયને પડકારતી ધારાસભ્યની અરજી પર ઓડિશા સરકારને નોટિસ પાઠવી છે. બેંચે કહ્યું કે બંને પક્ષોના વરિષ્ઠ વકીલને સાંભળ્યા પછી અને તમામ સંજોગોને ધ્યાનમાં લીધા પછી, અરજદારની સજાને સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવે છે.
વિજિલન્સ કોર્ટે સજા ફટકારી હતી
ધારાસભ્ય મોહમ્મદ મુકીમને 29 સપ્ટેમ્બર 2022 ના રોજ તકેદારી અદાલત દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. વિજિલન્સ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, મુકિમ મેટ્રો બિલ્ડર્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર હતા ત્યારે તેણે આઈએએસ અધિકારી સાથે મળીને રિયલ એસ્ટેટ ફર્મને ફાયદો કરાવ્યો હતો. તે દરમિયાન કોર્ટે ધારાસભ્યને ત્રણ વર્ષની કેદ અને 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
આ પછી મોહમ્મદ મુકીમે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી પરંતુ 10 એપ્રિલે કોર્ટે આ અપીલ ફગાવી દીધી હતી.