
અબકી બાર મોદી સરકારનો આપ્યો હતો નારો જાણીતા એડ ગુરૂ પીયુષ પાન્ડેયનું થયેલું નિધન તેમણે ચાર દાયકાથી વધુ સમય સુધી ઓગિલ્વી ઈન્ડિયામાં કામ કર્યું અને જાહેરાતની દુનિયા બદલી નાખી દેશના જાણીતા એડ ગુરૂ પીયુષ પાન્ડેયનું નિધન થઈ ગયું છે. તેમણે જાહેરાતની દુનિયામાં નવા રંગ ભર્યા હતા અને તેમના ઘણા કેમ્પેન ખૂબ ચર્ચિત રહ્યા અને ઘર-ઘરમાં બ્રાન્ડ્સની ઓળખ બની. જેમ તેમણે એશિયન પેન્ટ્સનું કેમ્પેન સ્લોગન લખ્યું હતું- હર ખુશી મેં રંગ લાએ. આ સિવાય કેડબરીની એડ કુછ ખાસ હૈ પણ તેમની કલમમાંથી નીકળી હતી. લાંબા સમય સુધી ભારતની વિવિધતામાં એકતાને દર્શાવનાર ગીત મિલે સુર મેરા તુમ્હારાના લેખક પણ તેઓ હતો. આ ગીત તો દૂરદર્શનનું થીમ સોન્ગ બની ગયું હતું. પછી ઈન્ટરનેટનો પ્રસાર થવા પર લોકો યુટ્યુબ પર જઈને આ ગીત સાંભળતા હતા. તેમણે ફેવિકોલ, હચ જેવી કંપનીઓ માટે પણ ઘણા સફળ એડ કેમ્પેનનું નિતૃત્વ કર્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના પ્રચારનો નારો પણ તેમણે આવ્યો હતો, જે ખૂબ ચર્ચિત રહ્યો. આ નારો હતો- અબકી બાર મોદી સરકાર. પીયુષ પાન્ડેયને ભારતીય જાહેરાત ઈન્ડસ્ટ્રીમાં મોટા ફેરફાર માટે ઓળખવામાં આવે છે. તેમમે જાણીતી એડ કંપની ઓગિલ્વી ઈન્ડિયાની સાથે આશરે ચાર દાયકા કામ કર્યું. આ કંપની દેશમાં જાહેરાતની દુનિયાનો પર્યાય બની રહી અને તેમાં મહત્વની ભૂમિકા પીયુષ પાન્ડેયની માનવામાં આવે છે. તેમના નિધનની સાથે જાહેરાતની દુનિયાના એક યુગનો અંત આવી ગયો છે. તેમની શાનદાર મૂંછો અને હસમુખ ચહેરાને હંમેશા યાદ કરવામાં આવશે.
તેમને ભારતીય સમાજની ભાષા, પરંપરાની ઊંડી સમજ હતી. આ કારણ હતું કે તેમના ઘણા કેમ્પેન સીધા લોકોના દિલ સુધી પહોંચ્યા હતા. પ્રોડક્ટ લોકપ્રિય થઈ તો તેમણે બનાવેલી જાહેરાતની ખૂબ ચર્ચા થઈ અને લોકો આતૂરતાથી આ જાહેરાત જાેતા હતા. પીયુષ પાન્ડેય ૧૯૮૨મા ઓગિલ્વી ઈન્ડિયામાં જાેડાયા હતા. આ પહેલા તેઓ એક ક્રિકેટર રહ્યા હતા. આ સિવાય ચાના બગીચામાં પણ કામ કર્યું હતું. પીયુષ પાન્ડેયે એશિયન પેન્ટ્સ, કેડબરી સહિત ઘણી કંપનીઓના કેમ્પેનને નવી ઊંચાઈઓ આપી હતી. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યુ, પદ્મ શ્રી પીયુષ પાન્ડેયના નિધન પર મારી ઉદાસી જાહેર કરવા માટે શબ્દો નથી. જાહેરાતની દુનિયામાં એક મહાન હસ્તી, તેમની ક્રિએટિવ જીનિયે કહાની કહેવાની રીતને ફરીથી પરિભાષિત કરી અને આપણે યાદગાર અને હંમેશા યાદ રહેનાર કહાનીઓ આપી.
પીયુષ પાન્ડેયનો જન્મ ૧૯૫૫મા જયપુરમાં થયો હતો. તેમને પરિવારમાં સાત બહેનો અને બે ભાઈ હતા. પીયુષ પાન્ડેયના પિતા બેંકમાં કામ કરતા હતા. પાન્ડેય ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમ્યા હતા. ત્યારબાદ જાહેરાતની દુનિયામાં પગ મુક્યો હતો.




