
કોર્ટે વર્ષ ૨૦૨૧વી ઓફિસ મેમોરેન્ડમને રદ ઠેરવ્યુ પર્યાવરણીય મંજૂરી વિનાના પ્રોજેક્ટ્સને પાછલી અસરથી સંમતિ નહીં: સુપ્રીમ કોર્ટ આગામી સમયમાં આ હુકમનો અમલ અનિવાર્ય, પરંતુ પાછલી અસરથી પર્યાવરણીય મંજૂરીનો વિવાદ ધરાવતા વર્તમાન પ્રોજેક્ટ્સને દંડનાત્મક કાર્યવાહીમાં રાહત વહીવટી તંત્રના હુકમના કારણે પર્યાવરણના સંરક્ષણ માટે બનાવેલા નિયમોમાં પરિવર્તન ગ્રાહ્ય રાખવાનો ઈનકાર કરતાં સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૧વી ઓફિસ મેમોરેન્ડમને રદ ઠેરવ્યુ હતું , જેમાં કેન્દ્ર સરકાર તથા અન્ય સત્તામંડળોએ પર્યાવરણીય મંજૂરી વગર શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સને પાછલી અસરથી સંમતિ આપી હતી. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જાેયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે સર્વાનુમતે ઠરાવ્યું હતું કે, કોર્ટના આ હુકમને ભવિષ્યમાં લાગુ કરવાના જણાવ્યુ હતું. જેના કારણે પાછલી અસરથી પર્યાવરણીય મંજૂરી મેળવનારા પ્રોજેક્ટ્સને ડીમોલિશન તથા અન્ય દંડનાત્મક કાર્યવાહીમાં રાહત મળી હતી. સર્વાેચ્ચ અદાલતે નોંધ્યુ હતું કે, કેન્દ્ર સરકાર પાસે એન્વાર્યમેન્ટ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૮૬ની કલમ ૩ અન્વયે પૂરતી સત્તા મળેલી છે. જેના કારણે ઉચિત નોટિફિકેશન બનાવી વ્યાપક જનહિતમાં માનવીય યોજનાઓ બનાવી શકાય છે. ઓડિશમાં એઈમ્સ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ બિલ્ડિંગ, તામિલનાડુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર કેન્સર ડીસીઝ, કર્ણાટકમાં વિજયપુરા એરપોર્ટ તથા પૂર સંભવિત વિસ્તારોને ધ્યાને રાખી બનાવેલા સિંચાઈ-પુન:વસનના પ્રોજેક્ટ્સને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, ૨૦૨૧માં પાછલી અસરથી અમલ જાહેર કરતું ઓફિસ મેમોરેન્ડમ અમાન્ય અને રદ જાહેર કરાય છે. કલમ ૧૪૨ હેઠળ મળેલી સત્તા અન્વયે સર્વાેચ્ચ અદાલત બે અલગ-અલગ પરિબળોને સ્વીકારે છે. પ્રથમ, સંબંધિત માધ્યમોને કાનૂની માન્યતા અંગે અસ્પષ્ટતા તથા જાહેર હિતને ધ્યાને રખાયા છે. કારણ કે સંબંધિત સત્તામંડળની મંજૂરી મળી હોવાના વિશ્વાસ સાથે વિવાદિત પૈકીના ઘણાં પ્રોજેક્ટ્સ શરૂ થઈ ગયા છે અથવા નોંધપાત્ર પ્રગતિના તબક્કે છે.




