
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણે ત્યાં અનેક લોકો વ્યક્તિગત રીતે તેમજ સંસ્થાગત રીતે સામાજિક સુધારણા ના કામો કરે છે. કોઈ શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે, કોઈ આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે, કોઈ અંધશ્રદ્ધા નિવારણ નું કામ કરે છે, કોઈ સમાજના કુરિવાજો નિવારવાનું કામ કરે છે, કોઈ પર્યાવરણની રક્ષાનું કામ કરે છે, કોઈ બાળ અધિકાર માટે તો કોઈ મહિલા અધિકાર માટે તો કોઈ માનવ અધિકાર માટે કામ કરે છે. આ બધી વ્યક્તિઓનું કે સંસ્થાઓનું યોગ્ય સંકલન કરવું જરૂરી છે. એક વિશાળ સામાજિક સુધારણા આંદોલન માટે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
જુદા જુદા વ્યાવસાયિક મંડળો પણ એમની સમસ્યાઓ બાબતે આંદોલનો ચલાવી રહ્યા છે. જુદા જુદા સમાજો (આદિવાસી સમાજ, દલિત સમાજ, ઓબીસી સમાજ, મજૂર સમાજ, ખેડૂત સમાજ, દેવીપુજક સમાજ વિગેરે) એમને થતાં ન્યાયો બાબતે આંદોલનો ચલાવી રહ્યા છે.આવા આંદોલનો અહિંસક રીતે જ ચાલવા જોઈએ.
ગાંધીવાદી માનવતાવાદમાં માનનારા સૌએ આંદોલનકારીઓને સમર્થન આપવું જોઈએ. અહીં સવાલ એ છે કે આંદોલનો પ્રજાએ શા માટે કરવા પડે છે? એ માટેનું મુખ્ય કારણ કોઈ પણ શાસકો જ્યારે આમ જનતા ના હિતની વિમુખ હોય છે. શાસકો અને મોટાભાગના મોટા વહીવટી અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓ, ધનપતિઓના હિતની જાળવણી માટે શાસનનો અને સત્તાનો ઉપયોગ કરી રહ્યા છે. આમ જનતાની સમસ્યાઓની એમને ચિંતા નથી.
જે વ્યક્તિઓ, સંસ્થાઓ કે સમાજો કોઈપણ શાસકો સાથે જોડાયેલા હોય છે અને તેઓ જો કોઈ આંદોલનના સમર્થનમાં કે વિરોધમાં હોય તો તેમને આંદોલનથી અલગ રાખવા જરૂરી છે. તેમના પર પ્રજાહિત માટે ભરોસો મુકી શકાય નહીં. મોટેભાગે તો તેઓ જે તે શાસકોની સલાહ મુજબ આંદોલનકારીઓને ગેરમાર્ગે દોરવાનું જ કામ કરતા હોય છે. તેમણે જો વ્યાપક જનહિત માટે આંદોલનકારીઓ સાથે રહેવું હોય તો એમણે જે તે શાસકોના સાથ કે સમર્થન છોડવું પડે. જો જે તે શાસકોનું શાસન, જે તે શાસકોના કાયદાઓ અન્યાયકારી હોય તો એનો વિરોધ એની સામે આંદોલન સૌએ એકજુથ બનીને કરવો જોઈએ. આપણે સમગ્ર આમ જનતાનું છેવાડાના માણસનું હિત જોનારી શાસન વ્યવસ્થા ઊભી કરવાની છે. અત્યારે જે સ્થાપિત હિતોની જે કોઈ શાસન વ્યવસ્થા છે એ પણ
સમજીને એ અંગે પણ વિકલ્પ વિચારવો જોઈએ.
અંતમા પ્રજાએ આંદોલનો કરવા જ ના પડે એવી પરિસ્થિતિનું આપણે સૌએ સાથે મળીને નિર્માણ કરવાનું છે. કારણ કે આ લખનાર લેખક પણ સામાજિક સેવા સંસ્થા સાથે સંકળાયેલા હોવાથી સર્વ ધર્મ સમભાવ અને વસુધૈવ કુટુંબકમ્પ ની ભાવનાથી સમાજ સેવા કરી પ્રજાના હિતોને પ્રાધાન્ય આપવા સાથે પ્રજાના પ્રશ્નોને અખબારી માધ્યમથી વાચા આપી ઉમદા કાર્ય કરી રહ્યા છે.




