
ધાર્મિક રિવાજાે પર સવાલ ઊઠશે તો ધર્મ તૂટવા લાગશે ધાર્મિક કેસમાં ન્યાયિક દખલ અંગે સુપ્રીમ કોર્ટને ગંભીર ચિંતા જાે દેશની દરેક વ્યક્તિ ધર્મના દરેક રીત-રિવાજાે સામે બંધારણીય અદાલતોમાં સવાલ ઉઠાવવા લાગશે, તો કોર્ટમાં અરજીઓનો ખડકલો થઈ જશે
ધાર્મિક પરંપરાઓ અને બંધારણીય અધિકારો વચ્ચેના સંઘર્ષ પર સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે, જાે દેશની દરેક વ્યક્તિ ધર્મના દરેક રીત-રિવાજાે સામે બંધારણીય અદાલતોમાં સવાલ ઉઠાવવા લાગશે, તો કોર્ટમાં અરજીઓનો ખડકલો થઈ જશે અને પરિણામે પ્રત્યેક ધર્મ તથા સભ્યતા તૂટવા લાગશે.સીજેઆઈ સૂર્યકાંતના અધ્યક્ષપદે નવ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ હાલ કલમ ૨૫ અને ૨૬ હેઠળના ધાર્મિક અધિકારો પર સુનાવણી કરી રહી છે. આ સુનાવણી દરમિયાન કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના વિવાદની સાથે દાઉદી વ્હોરા સમુદાયમાં પ્રચલિત ‘મહિલા જનનાંગ વિકૃતિ’ ની પ્રથાને પડકારતી અરજીઓને પણ સાંકળી લેવામાં આવી છે.ન્યાયિક દખલગીરી અંગે બેન્ચની અવલોકનોસુનાવણીના ૧૩મા દિવસે કોર્ટે ધાર્મિક કેસોમાં ન્યાયિક દખલ અંગે સાવચેતી વર્તવા પર ભાર મૂક્યો હતો. ન્યાયાધીશ નાગરત્નાએ નોંધ્યું કે જાે દરેક રિવાજ પર સવાલ ઉઠશે, તો મંદિર કે મસ્જિદ ખોલવા કે બંધ કરવા જેવા નાનામાં નાના મુદ્દાઓ પણ કોર્ટમાં પહોંચશે. ભારતની વિવિધતા જ આપણી સભ્યતાની ઓળખ છે, અને તેને જાળવી રાખવા માટે કોર્ટે આ બાબતોમાં ખૂબ જ સાવધ રહેવું જરૂરી છે.હ્લય્સ્નો વિરોધ કરનારા અરજદારો તરફથી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લૂથરાએ કોર્ટમાં ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. આ પ્રથા સાત વર્ષની નાની બાળકીઓ પર કરવામાં આવે છે, જેમના સ્વાસ્થ્ય પર કાયમી અને ન પૂરી શકાય તેવી અસર પડે છે. તેની અસર બાળકીના જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય પર ગંભીર રીતે થાય છે. અનેક પરિવારો સામાજિક બહિષ્કારના ડરથી આ પ્રથાનું પાલન કરવા મજબૂર છે. અરજદારોની દલીલ છે કે આ પ્રથાને કોઈ પણ સંજાેગોમાં ‘આવશ્યક ધાર્મિક પ્રથા’ માની શકાય નહીં.હવે સુપ્રીમ કોર્ટ સામે મુખ્ય સવાલ એ છે કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અને વ્યક્તિગત માનવાધિકાર વચ્ચે ક્યાં સંતુલન જાળવવું. કોર્ટ એ નક્કી કરી રહી છે કે ધાર્મિક બાબતોમાં દખલ કરવાની ન્યાયતંત્રની સત્તા કેટલી હોવી જાેઈએ.



