પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીને એક સપ્તાહ જેટલો સમય થવાનો છે, પરંતુ વડાપ્રધાન પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ઈમરાન ખાને ઓમર અયુબને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PMLN)એ પીએમ પદ માટે શાહબાઝ શરીફનું નામ આગળ કર્યું હતું.
પાર્ટીના નેતા અસદ કૈસરે આ અંગે અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાન સાથે વાત કરી છે. અસદ કૈસરે કહ્યું કે પાર્ટીના મહાસચિવ ઓમર અયુબ વડાપ્રધાન પદ માટે પાર્ટીના ઉમેદવાર હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈમરાન 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં ધાંધલધમાલ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ અભિયાનની તારીખ પણ જાહેર કરશે.